લક્ષ્મણભાઈ સરવૈયાના મોમાઈ ફ્રૂટ્સ નામના ગોડાઉનમાં કોર્પોરેશનની આરોગ્ય શાખાનો કાફલો ત્રાટકયો:
૪૬૦૦ ચાઈનીઝ પડીકી અને કાર્બાઈડનો જથ્થો પણ પકડાયો: ૫૦૦૦ કિલો કેરીનો નાશ કરાયો
જન આરોગ્ય માટે અતિ ઘાતક એવા કેલ્શીયમ કાર્બાઈટ અને ચાઈનીઝ પડીકીની મદદી કેરી સહિતના ફળોને પકવતા વેપારીઓ સામે મહાપાલિકાએ લાલ આંખ કરી છે. આરોગ્ય શાખા દ્વારા આજે જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે કેરીના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં કાર્બાઈટની મદદી પકાવેલી રેકોર્ડબ્રેક ૫૦૦૦ કિલો કેરીનો જથ્થો પકડાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે, આજે ડેઝીગ્નેટેડ ઓફિસર અમિત પંચાલ, ફૂડ સેફટી ઓફિસર એચ.જી.મોલીયા, સી.ડી.વાઘેલા, કે.જે.સરવૈયા અને આર.આર.પરમાર સહિતનો કાફલો શહેરના નેશનલ હાઈવે -૮બી પર આવેલા જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે ત્રાટકયો હતો. અહીં લક્ષ્મણભાઈ સરવૈયા નામના આસામીના મોમાઈ ફ્રૂટસના ગોડાઉન નં.એફ-૭માં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. અહીં મોટા પ્રમાણમાં ચાઈનીઝ પડીકી અને કેલ્શીયમ કાર્બાઈડનો જથ્થો મળી આવ્યો હતો.
ચેકિંગ દરમિયાન ૪૬૦૦ ચાઈનીઝ પડીકી કે જેનો વજન ૧૫ કિલો અને કિંમત આશરે ૧૦૫૦૦ જેવી વા પામે છે જે મળી આવી હતી. જેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેલ્શીયમ કાર્બાઈડ અને ચાઈનીઝ પડીકીની મદદી પકાવેલી આશરે ૫૦૦૦ કિલો જેટલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત આશરે રૂ.૨.૫ લાખ જેવી વા પામે છે. કેલ્શીયમ કાર્બાઈડના મદદી પકાવેલી કેરીને કોમ્પેકટરની મદદી નાશ કરી દેવામાં આવી હતી અને આ કેરીના જથ્થોનો શોખડા ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકાના ઈતિહાસમાં આજે કાર્બાઈડી પકાવેલી રેકોર્ડબ્રેક ૫૦૦૦ કિલો કેરીનો નાશ કરવામાં આવ્યો છે. અગાઉ એક જ દિવસમાં એક જ સ્ળેી આટલી મોટી માત્રામાં કેરીનો જથ્થો પકડાયો ની. કેરી સહિતના ફળ-ફળાદીના વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં ફળોને પકવવા માટે ચાઈનીઝ પડીકી અને કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ કરે છે જે જન આરોગ્ય માટે અતિ ઘાતક છે. કાર્બાઈડી પકાવેલી કેરી ખાવાી મોઢા અને આંતરડાના કેન્સર વાની સંભાવના વધી જાય છે.
વેપારીઓ દ્વારા અલગ અલગ ટ્રીક અપનાવી કેરી પકવવામાં આવતી હોવાનું ચેકિંગ દરમિયાન સતત બહાર આવી રહ્યું છે. બે દિવસ પૂર્વે ચેકિંગમાં બહાર આવ્યું હતું કે, એક એર ટાઈપ રૂમમાં કાર્બાઈડનો ધુમાડો કરી કેરી પકવવામાં આવતી હતી. જયારે ચેકિંગ હા ધરવામાં આવે ત્યારે સ્ળ પરી કાર્બાઈડ સહિતની કોઈપણ ચીજવસ્તુઓ હાથ લાગતી નથી. આગામી દિવસોમાં પણ આરોગ્ય શાખા દ્વારા કેરી સહિતના ફળોના વેપારીને ત્યાં ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com