મોરબીમાં બેફામ બનેલા વાહન ચાલકોને કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ટ્રક ચાલકે વેગનાર કારને પાછળથી ઠોકર માર્યા બાદ સામેથી આવતા ટ્રકે પણ કારને સેન્ડવીચ બનાવી કડુસલો કરી નાખતા લોકોમાં ભરેવાહન ચાલકો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો ઘટના બાદ ટ્રાફિક જામ થતા પોલીસને દોડી આવવું પડયું હતું અને ભારે જહેમત બાદ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી ટ્રાફિકજામ હટાવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી ભક્તિનગર સર્કલ  ઉપર વેગનાર કાર  અને બે ટ્રક વચ્ચે અક્સમાત સર્જાયો હતો જેમાં  વેગનાર કાર નંબર જીજે ૧૦ એપી ૩૫૪૮ ને ટેલર નંબર  પીબી ૦૫ વી ૯૩૩૩ એ પાછળ થી ટક્કર મારી હતી આ જ અરસા મા સામેની તરફ થી આવતા ટ્રક ચાલકે  પણ આગળથી ટક્કર મારતા વેગનાર કાર બે ટ્રક વચ્ચે આવી ગઈ હતી.

જોકે બાદમા બન્ને ટ્રકોને હટાવી કારમા સવાર મુસાફરો ને બહાર કાઢવામા આવ્યા હતા આ અકસ્માત રોડની વચ્ચોવચ થતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને થોડી જ વાર મા કચ્છ તરફથી અને રાજકોટ તરફથી અને મોરબી તરફથી આવતા વાહનો ને લીધે ટ્રાફીક જામ સર્જાઈ ગયો હતો.

પોલીસને આ બનાવની જાણ થતા જ એ- ડિવીઝન પોલીસ ના જવાને સ્થળ પર આવી ટ્રાફીક હળવો કર્યો હતો બાદ મા કાર ચાલકે બંન્ને ટ્રક ચાલકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાવામા આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.