ઋષિ મેહતા, મોરબી:
રાજ્યમાં જાણે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ રહી હીય તેમ દીનપતિદિન ચોરી, લૂંટફાટના બનાવો સામે આવી રહ્યા છે. આજરોજ મોરબી માળિયા હાઈવે પર લુંટનો બનાવ પ્રકાસમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સોખડા ગામ પાસે 6.15 લાખની લુંટ થઈ છે. પિતૃકૃપા હોટલ પાસે ડ્રાઈવરને બંધક બનાવીને લૂંટયો છે. મોરબી તાલુકા પોલીસની ટીમ ધટના સ્થળે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી માહિતી મુજબ કચ્છના નખત્રાણાથી ગોંડલ એક વ્યક્તિ રોકડ રકમ લઈને ગોંડલ પૈસા આપવા માટે જતો હતો. આ દરમિયાન મોરબીના સોખડા ગામના પાટિયા નજીક પિતૃ કૃપા હોટલ પાસે બે શખ્સોએ છરી વડે હુમલો કરીને કાર ચાલક પાસેથી લુંટ ચલાવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

કાર ચાલક પાસે ૬.૧૫ લાખ રૂપિયા હોય જેની લૂટ કરીન લૂંટારા તત્વો નાસી છૂટયા છે. ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ મથકના પી. આઈ એમ.આર. ગોઢાણીયા સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી છે. હાઈવે પર લુંટનો બનાવ બનતા બનાવ શંકાસ્પદ જણાતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.