દેશના ૨૪ શહેરોમાં ઓડિશનનો પોરબંદરથી પ્રારંભ
૨૨મીએ રાજકોટમાં મેગા ફાઈનલ
ડાન્સરોને કળા ઝળકાવવાની અમુલ્ય તક
કેપ્ચર ઇવેન્ટ દ્વારા પ્રેઝન્ટ ઈન્ડિયા ડાન્સ વોર-૨૦૧૮ માટેના ઓડિશનનો આજી પોરબંદર ખાતેથી પ્રારંભ થઈ રહ્યો છે. ડાન્સ કોમ્પીટીશનનો ફાઈનલ ૨૨ સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજાશે.
ઈન્ડિયા ડાન્સ વોર ૨૦૧૮ માટે દેશના વિવિધ ૨૪ શહેરોમાં ઓડિશનનો પ્રારંભ થઈ ચૂકયો છે. ગુજરાતના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, જામનગર, વેરાવળ સહિતના શહેરોમાં ઓડિશન થશે. આ કોમ્પીટીશન સોલો, ડયુએટ અને ગ્રુપ એમ ત્રણ કેટેગરીમાં થશે.
આજે તા.૧૭ના રોજ પોરબંદર ખાતે જયારે આવતી કાલે ૧૮ના રોજ જૂનાગઢ તેમજ જેતપુર ખાતે અને તા.૧૯ના રોજ અમરેલી અને સુરેન્દ્રનગર ખાતે ઓડિશન લેવાશે.ઓડિશનમાં જજ તરીકે ડી.કે.ડી. શિવા તેમજ સેમી ફાઈનલ જજ તરીકે સુરજ જાધવ અને ફાઈનલના જજ તરીકે બિર રાધા શેરપા હાજરી આપશે. ફાઈનલમાં ૭૦ થી વધુ સ્પર્ધકો વચ્ચે જંગ થશે. આ પ્રકારનો શો ગુજરાતમાં સૌપ્રમ વખત યોજાઈ રહ્યો છે. શો માટે તૈયારીઓને આખરી ઓપ પ્રદિપ ભાંભલાની અને વિજય સિંધવ આપી રહ્યાં છે. આ સાથે ડાન્સ ક્ષેત્રે સૌરાષ્ટ્રને રાષ્ટ્રીય ઝલક પર લાવનાર જહોન રે પણ આયોજન માટે કાર્યશીલ છે.
ઓડિશનના સ્થળ |
સમય |
પોરબંદર | ૧૭ ઓગષ્ટ |
જૂનાગઢ | ૧૮ ઓગષ્ટ |
જેતપુર | ૧૮ ઓગષ્ટ |
અમરેલી | ૧૯ ઓગષ્ટ |
સુરેન્દ્રનગર | ૧૯ ઓગષ્ટ |
નાગપુર | ૨૧ ઓગષ્ટ |
મુંબઈ | ૨૨ ઓગષ્ટ |
પુના | ૨૩ ઓગષ્ટ |
બેંગ્લુરુ | ૨૫ ઓગષ્ટ |
ભોપાલ | ૨૭ ઓગષ્ટ |
જયપુર | ૨૯ ઓગષ્ટ |
દિલ્હી | ૩૦ ઓગષ્ટ |
હિસ્સાર | ૩૧ ઓગષ્ટ |
ચંદીગઢ | ૧ સપ્ટેમ્બર |
લખનૌ | ૨ સપ્ટેમ્બર |
કલકત્તા | ૪ સપ્ટેમ્બર |
સુરત | ૮ સપ્ટેમ્બર |
વડોદરા | ૮ સપ્ટેમ્બર |
અમદાવાદ | ૯ સપ્ટેમ્બર |
નડિયાદ | ૯ સપ્ટેમ્બર |
વેરાવળ | ૧૪ સપ્ટેમ્બર |
મોરબી | ૧૫ સપ્ટેમ્બર |
જામનગર | ૧૫ સપ્ટેમ્બર |
રાજકોટ |
૧૬ સપ્ટેમ્બર |