Cricket આપણા દેશ માં ધર્મ ની જેમ પૂજાય છે જેને લીધે બીજા sports નું વર્ચસ્વ એટલું વિકસી નથી શકતું જેટલું વિકસવું જોઇયે. ભારત ની નવી પેઢી ફક્ત cricket ની ફીલ્ડ માં થી બારે નીકળી પોતાનું ભાવિ બીજા sports માં પણ જોવે એ જરૂરી છે.
આપણી આજ માનસિકતા નો ભોગ બાયના આ વર્ષ ની ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેંટ ના આપણાં ખિલાડીયો …
Sunil chettri …નામ સાંભયડું છે ? ના સાંભડ્યું હોય તો ચિંતા ના કરતાં કેમ કે પૂરી શક્યતા છે કે ટૂક સમય માં આ નામ લોકો ના હ્રદય માં ઘર કરી જશે.
3- 0 એ કેન્યા સામે ભારત ફૂટબોલ ઇન્ટરનેશનલ લીગ માં જીત્યું અને એ મેચ મુંબઈ stadium માં લોકો એ ખુલા દિલ થી મણિ શક્યા એની પાછળ આ સુનિલ છેત્રી નો મોટો હાથ છે.
This is nothing but a small plea from me to you. Take out a little time and give me a listen. pic.twitter.com/fcOA3qPH8i
— Sunil Chhetri (@chetrisunil11) June 2, 2018
આ 2: 20 seconed જેટલો વિડિયો તમારા મન માં ફૂટબોલ માટે જગ્યા બનાવે કે ના બનાવે પણ સુનિલ છેત્રી માટે જગ્યા બનાવી દેશે એ પાકું છે.
International ફૂટબોલ લીગ માં દરેક મેચ પછી આપણાં ખેલાડીઓ આપણું માથું ફક્ત ઊચું જ કરતાં જાય છે અને તેમની આટલી મહત્વ ની પળો માં જો તેમના દેશવાસિયો નો સાથ તેમણે ના મળે તોહ એ એમના માટે નહીં પણ આપણાં માટે શરમ ની વાત કેહેવાય.
સુનિલ છેત્રી ના વિડિયો પછી ફૂટબોલ માટે એક અનેરો ઉત્સાહ ભારત ની જાનતા માં જોવા મળિયો છે. ભારત vs કેન્યા ના બીજા મેચ સ્ટેડિયમ ઉત્સાહ અને પ્રેમ થી ભરી કેપ્ટન સુનિલ ના 100 માં મેચ પર એક અનેરી અને સર્વશ્રેષ્ઠ ભેટ આપી હતી.
100 મો મેચ રમવા વાળા ઇંડિયન ફૂઊટબોલ પ્લેયર બનવા વાળા તેઓ બીજા ખિલાડી સોમવાર ના રોજ બન્યા હતા અને તેમના આ ખાસ અવસર પર મુંબઈ ફૂટબોલ અરીના સ્ટેડિયમ માં હાથોહાથ વધાયવ્યા.
જોકે આ આખી બાબત માં ભારત ફૂટબોલ ટીમ ના કોચ Stephen Constantine નો જુદો અભિપ્રાય છે “ મને નથી લાગતું કે આટલું સારું પ્રદર્શન કર્યા પછી પણ ફૂટબોલ ના ખિલાડીયોને ને ભારત ની જનતા સામે મેચ જોવા આવવા માટે ભીખ માંગવી જોઇયે, છેલ્લા 3 વર્ષ ના તેમના ખેલ ને ધ્યાન માં રાખીએ તોહ એ પ્રમાણે જે રિસ્પોન્સ અમને પેહલા મેચ માં મળ્યો એ દુખદ હતો , મને આશા છે કે હવે ના આગલા બે મેચ માં અમને ભારત નો પૂરો સાથ મળશે.” તેઓ કહે છે.
તેમનો અભિપ્રાય થોડો કડવો પણ સાચો છે આપણાં ખેલાડીઓ જ્યારે આપણાં દેશ માટે પરસેવો પડી રમવા જાઈ તો એ જીતે કે હરે પણ જ્યારે પણ પાછું વળી જોવે તો પોતાના દેશવાસિયો ને પૂરા ઉત્સાહ અને પ્રેમ થી પોતાની સાથે ઉભેલા જોવે એ એમનો હક છે. શું ક્યો છો રેડિ છો ને finals માટે ..?..