રાજકોટ ડિસ્ટ્રીકટ અને રાજકોટ રૂરલ વચ્ચે આજે ફાઈનલ
કેપ્ટન કેવિન જીવરાજાનીની અણનમ આક્રમક સદીના સહારે રાજકોટ રૂરલની ટીમે ભાવનગર ડિસ્ટીકટની ટીમને 152 રને કારમો પરાજય આપી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત ઈન્ટર ડિસ્ટ્રીકટ 25 ટુર્નામેન્ટનાં ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આજે રાજકોટ રૂરલ અને રાજકોટ ડિસ્ટ્રીકટ વચ્ચે આજે ફાઈનલ મેચ રમાશે
બીજી સેમીફાઈનલ મેચમાં રાજકોટ રૂરલની ટીમે ટોસ જીતી ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમ સામે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુકાની કેવીન જીવરાજાનીએ 121 બોલમાં 7 ચોકકા અને 6 સિકસરની મદદથી અણનમ 126 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત સ્મીતરાજ ઝાલાના 60 રન અને રૂમી પટેલના 41 રનની મદદથી રાજકોટ રૂરલની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટનાં ભોગે 306 રન બનાવ્યા હતા.
307 રનના વિશાળ લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમ માત્ર 39.4ઓવરમાં જ 152 રનમાં ઓલ આઉટ થઈ જતા રાજકોટ રૂરલનો 152 રને શાનદાર વિજય થયો હતો રૂમી પટેલે ઓલ રાઉન્ડ દેખાવ કરતા બેટથી 41 રન ફટકાર્યા હતા. 30 રન આપી ચાર વિકેટો ઝડપી હતી.
પ્રથમ સેમીફાઈનલ મેચમાં રાજકોટ ડિસ્ટ્રીકટ એ અને પોરબંદર ડિસ્ટ્રીક વચ્ચે જંગ જામ્યો હતો જેમાં ટોસ જીતી બેટીંગ કરનાર રાજકોટ ડિસ્ટ્રીકટ એની ટીમે નવ વિકેટના ભોગે 232 રન બનાવ્યા હતા. પ્રથમ રાજદેવે 65 રન અને સમર ગજજરે 40 રન બનાવ્યા હતા. 233 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી પોરબંદરની ટીમ 148 રનમાં ઓલ આઉટ થઈ જતા રાજકોટ ડિસ્ટ્રીકટ એ ટીમનો 84 રન વિજય થયો હતો.આજે ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ ડિસ્ટ્રીકટ ટીમ એ અને રાજકોટ રૂરલ વચ્ચે ફાઈનલ રમાશે.