ગ્રુપ-જીમાં બેલ્જયમે ૩-૦થી પનામાને કચડયું
ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮માં દિવસો વિતવાની સાથે મેચ વધુ રોમાંચક બનતા જાય છે. મોડીરાત્રે રમાયેલા ઈગ્લેન્ડ અને ટયુનિસીયા વચ્ચેના ફૂટબોલ મેચમાં અનેક ચાહકોના જીવ તાળવે ચોટી ગયા હતા.ઈગ્લેન્ડના કેપ્ટન હેરી કેનની અદભૂત રમતથી ટયુનિસીયાને ૨.૧ થી હરાવવામાં મદદ મળી હતી. હેરી કેને અદભૂત રમત દાખવા ઉપરા ઉપર બે ગોલ ફટકાર્યા હતા. ઉપરાંત છેલ્લી ક્ષણોમાં માથાથી ગોલ રોકીને ટયુનિસીયાની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતુ.
અહી ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ દરમિયાન ઈગ્લેન્ડની ટીમ નબળુ પ્રદર્શન કરશે તેવી દલીલ અનેક વખત થઈ ચૂકી છે. ખેલાડીઓમાં અનુભવની ઉણપના કારણે મોટી ટીમ સામે ઈગ્લેન્ડને હારનો સામનો કરવો પડી શકે છે. ગઈકાલે મોડીરાત્રે ટયુનિશીયાને હરાવી ઈગ્લેન્ડે ટીકાકારોને જવાબ આપી દીધો છે.વર્લ્ડકપનીક અન્ય એક મેચમાં બેલ્જીયમે પનામાને ૩-૦થી કચડી નાખ્યું છે.મેચના બીજા હાફમાં બેલ્જીયમના એટેક સામે પનામા ઘૂંટણીએ પડી ગયું હતુ. ઈગ્લેન્ડ અને ટયુનિસીયાના મેચ પહેલા બેલ્જીયમ અને પનામાનો મેચ રમાયો હતો.