ગુપ્ત માહિતી આઈએસઆઈને પહોંચાડવાના આરોપ હેઠળ ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટનની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોનુ માનીએ તો ગૃપ કેપ્ટન હનીટ્રેપમાં ફસાઈને ગુપ્ત માહિતી આઈએસઆઈને આપતો હતો.
ગૃપ કેપ્ટન અરૂણ મારવાહ ફેસબુક દ્વારા બે મહિલાઓના સંપર્કમાં હતો. કેપ્ટન અરૂણ મારવાહે બાદમાં કેટલીક ગુપ્ત માહિતી વોટ્સએપ દ્વારા મોકલી હોવાનો ખુલાસો થયો છે. 10 દિવસની પૂછપરછ બાદ ગૃપ કેપ્ટનની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ પણ ગુપ્ત માહિતી મેળવવા માટે પાકિસ્તાનની જાસુસ એજન્સી હનીટ્રેપનો સહારો લેતી આવી છે. જેમા જવાનોને નિશાન બનાવવામાં આવે છે. અગાઉ 2015માં રંજીત કેકે નામના એરફોર્સના અધિકારીની હનીટ્રેપ મામલે ધરપકડ કરવામાં આવી હતી.