મહેન્દ્ર સિંહ ધોની હમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન પણ મહેન્દ્રસિંહ ધોનીની નવી હેરસ્ટાઇલ હંમેશાં લોકચર્ચામાં હોય છે. કારકિર્દીના શરૂઆતથી જ તેના ઘણા લુક ચાહકો સમક્ષ આવ્યા છે. પછી તે લાંબા ભુરો વાળ હોય અથવા અચાનક વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે મુંડન કરાવ્યુ હોય ધોની હમેશા ચર્ચામાં રહેલો છે. દેખાવના મામલે ધોની હંમેશા તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે.
હવે ફરી એકવાર કેપ્ટન કૂલ ચર્ચામાં આવ્યા અને આ વખતે તેનું કારણ તેનો નવો લુક છે. મહેન્દ્રસિંહ ધોનીની નવી હેરસ્ટાઇલ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે અને ફેન્સને પણ આ ગમી રહી છે. શુક્રવારે સવારે હેરસ્ટાઇલલિસ્ટ આલીમ હાકિમે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનેક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેણે મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઇલ બતાવી છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તે હજુ પણ તેના નવા દેખાવ સાથે જોવા મળે છે. ટૂંક સમયમાં મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ક્રિકેટના મેદાન પર જોવા મળશે. MS ધોની ટૂંક સમયમાં UAE માં IPL ના બીજા ભાગ માટે ચેન્નઈ સુપર કિંગ્સ કેમ્પમાં જોડાશે.
અલીમ હકીમ દેશના જાણીતા હેરસ્ટાઇલિસ્ટ તરીકે ગણવામાં આવે છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ હોય કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ ઘણીવાર આલીમ હકીમ પાસે જઈને પોતાને નવો લુક આપતા જોવા મળ્યા