સામગ્રી
- ૮ થી ૧૦ પીસ બ્રાઉન બ્રેડ
- ૧ ડુંગળી ઝીણી સમારેલી
- ૨ ટામેટા ઝીણા સમારેલા
- ૨ કેપ્સિકમ મરચા ઝીણા સમારેલા
- ૧/૨ કપ છીણેલું પનીર
- ૧/૪ મરીનો પાવડર
- ૧ ચમચી ઓરેગાનો
- મીંઠુ સ્વાદ અનુસાર
- માખણ
બનાવવાની રીત:
એક વાસણમાં ડુંગળી, ટામેટા, કોબીજ અને પનીર એડ કરીને ચમચાી બરોબર હલાવી દો. હવે આ મિક્ષણમાં કેપ્સિકમ મરચા, ઓરેગાનો, મીંઠુ એડ કરીને બધી જ સામગ્રી મિક્સ કરો. હવે બ્રેડના બધા જ પિસ પર માખણ લગાવી લો. પછી બ્રેડના એક પીસ પર ચમચીી જરૂર પ્રમાણેનું મિશ્રણ બ્રેડ પર રાખો અને બીજા બ્રેડના ટૂંકડાની તેની પર રાખી કવર કરી દો. આ રીતે બધી જ સેન્ડવિચ તૈયાર કરી લો. પછી સેન્ડવિચમાં બંને બાજુ માખણ લગાવી ઇલેક્ટ્રોનિક ટોસ્ટરમાં કે સેન્ડવિચ મેકરમાં કે ગેસ પર ગોલ્ડ બ્રાઉન કલરની શેકી લો. તૈયાર સેન્ડવિચને ટોમેટો સોસ કે ચટણી સો એન્જોય કરો.