રબાડાની ત્રણ વિકેટ અને ધવન ઐયરની વિસ્ફોટક બેટિંગ કેપિટલની જીતનું કારણ 

આઈપીએલ મેચો અત્યંત રસપ્રદ બની રહ્યા છે ત્યારે દુબઈ ખાતે રમાયેલા દિલ્હી કેપિટલ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેનો મે અત્યંત રોમાંચક બન્યો હતો જેમાં ફાસ્ટ પર સ્પીડ ની મદદથી કેપિટલ એ સનરાઈઝ નો અસ્ત કર્યો હતો. કેપિટલના કગીસો રાબાડાની ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી સાથોસાથ દિલ્હી તરફથી ધવનના ૪૨ રન અને શ્રેયસ ના ૪૭ રન ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયા હતા બીજી તરફ સુકાની રિસબ પંતએ  પણ 35 રનનું યોગદાન આપ્યું હતું.

બીજી તરફ ચાલુ આઈપીએલમાં કોરોના ની ફરી એન્ટ્રી જોવા મળી છે જેમાં હૈદરાબાદ નું ફાસ્ટ બોલર ટી નટરાજાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમ છતાં દિલ્હીની ટીમ દ્વારા શાનદાર પ્રદર્શન થતાં હૈદરાબાદને આઠ વિકેટે માત આપી પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને પહોંચી ગયું હતું તો બીજી તરફ હૈદરાબાદની આ સિઝનમાં સતત સાતમી હાર જોવા મળી હતી. દિલ્હી કેપિટલ ના ઝડપી બોલર રબાડા અને નોરકીયા દ્વારા જે રીતે વેધક બોલિંગ કરી હતી તેના થી જાણે પુનરાવર્તન થયું હોય તેવું ચિત્ર સાબિત થયું હતું હૈદરાબાદ તરફથી એકમાત્ર અબ્દુલ અને રસીદ ખાન દિલ્હીના ઝડપી બોલરો સામે થોડાક અંશે ટકી શક્યા હતા બાકી રહેલા તમામ ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ જતા હૈદરાબાદની ટીમ માત્ર ૧૩૪ રન બનાવી શકી હતી.

આ તકે 135 રનનો લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ની ટીમે ૧૭.૫ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવી ટીમને વિજય અપાવ્યો હતો અને પોઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું મેચની શરૂઆત થી જ દિલ્હી કેપિટલ્સ ના બોલો હવે શાનદાર બોલિંગ પ્રદર્શન કરી હૈદરાબાદને પ્રેશર પરિસ્થિતિમાં મૂક્યું હતું. હૈદરાબાદની ટીમ ને ઘણી તકો જેમાં દિલ્હી કેપિટલ્સ ના બિલ્ડરો દ્વારા અનેક એજ છોડવામાં આવ્યા હતા છતાં પણ ટીમ મોટો ઉભો કરવામાં નિષ્ફળ સાબિત થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.