કોરોના કાંચિડાની જેમ ‘કલર’ બદલે છે, નવા વેરિએન્ટના ભયે વિશ્વમાં ફફડાટ
કોવિડ-19થી શેરબજાર પોઝિટિવ નહીં ‘નેગેટીવ’, સેન્સેકસ પડીને પાદર…1688 પોઈન્ટનું ગાબડું
ક્રુડ બજાર પણ ધોવાયું, આંતરરાષ્ટ્રીય કિંમતો 6 ટકા ઘટી પ્રતિ બેરલે 73 ડોલરે પહોંચી
કોરોના આવ્યાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ વાયરસ સમી રહ્યો નથી. એમાં પણ કાચિંડાની જેમ કલર બદલી રહેલા કોરોનાના
સમયાંતરે નવા નવા વેરિયન્ટ અને મયૂટન્ટ સામે આવતા નવું નવું જોખમ સામે આવી રહ્યું છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં શોધાયેલા નવા વેરિએન્ટ કે જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓમીક્રોન નામ આપ્યું છે. કોરોનાના આ નવા ’કલર’થી વિશ્વભરમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે ભારતમાં હજુ આ વેરીએન્ટના કેસ નોંધાયા નથી. પરંતુ આ નવો વેરિએન્ટ ભારતીય શેરબજારને જરૂર વળગી ગયો છે.
શેરબજાર કોરોનાગ્રસ્ત થતા તે પોઝિટીવ નહીં નેગેટિવ થઈ ઉઠ્યું છે. માત્ર ભારત જ નહી પણ ગઈકાલનો શુક્રવાર સમગ્ર વિશ્વના શેરબજારો માટે રેડ ફ્રાઈ-ડે રહ્યો હોય તેમ વિશ્વભરના શેર તેમજ ઓઈલ માર્કેટ પટકાયા છે. ભારતમાં સેન્સેક્સમાં છેલ્લા સાત મહિનાનો સૌથી મોટો 1688 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. અને તે 57,107ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટીમાં 510 પોઈન્ટ ઘટી 17026 ના સ્તર પર બંધ થયો છે. આ બધાની વચ્ચે ઇજઊ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 7 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. એટલે કે રોકાણકારોના આશરે 7.4 લાખ કરોડ રૂપિયા સ્વાહા થયા છે.
કોરોનાના નવા પ્રકારનો વિશ્વભરમાં ફેલાવાનો ભય છે, તેના કારણે એશિયન બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, ગઈકાલે સમગ્ર વિશ્વના શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ભારતીય બજાર ખુલતાની સાથે જ રેડઝોનમાં હતું. એ પછી દર મિનિટે જોરદાર ઉથલપાથલ થઈ હતી. જેની ઓટો, બેન્ક અને એનર્જી શેરોને સૌથી વધુ અસર થઈ છે. શેરબજારની સાથે ક્રૂડ બજારને પણ મોટી અસર જોવા મળ છે. અમેરિકાથી લઈને ભારત સુધી કાચા તેલની કિંમતમાં 6થી 7 ટકાનો ઘટાડો થયો છે. જ્યાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 78 પ્રતિ બેરલ થઈ ગઈ છે. બીજી બાજુ, યુએસ ઓઇલ ટેક્સની કિંમત પ્રતિ બેરલ 73થી નીચે આવી ગઈ છે. બીજી તરફ ભારતમાં કાચા તેલની કિંમત 5800 રૂપિયાથી ઘટીને 5400 રૂપિયા પ્રતિ બેરલ પર આવી ગઈ છે.
અમેરિકામાં પણ શરૂઆતી સેશસમાં કડાકો બોલ્યો હતો. બાદમાં ગ્રીન સિગ્નલ જોવા મળ્યું હતું. જો કે અમેરિકી સિવાય વિશ્વના તમામ બજારો રેડ ઝોનમાં રહયા, ફ્રાઈ ડે રેડ ફ્રાઇડે સાબિત થયો. અમેરિકન ઓઇલ અથવા ડબલ્યુટીઆઇમાં યુએસ ઓઇલની તેજીમાં પણ 6.11 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે ઠઝઈં ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 5 ડોલર ઘટી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ભાવ ગગળતા સ્થાનિક બજારમાં પણ ક્રૂડના ભાવ ઘટ્યા છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટતા સ્થાનિક લોકોને રાહત મળશે.
નવા વેરિએન્ટને ઓળખવો વૈજ્ઞાનિકો માટે પણ કપરૂ?
રસીની અસરકારકતા પર પ્રશ્ર્નાર્થ
સમયાંતરે કોરોનાના નવા નવા રૂપ સામે આવતા વૈજ્ઞાનિકો માટે પણ આ કોરોનાનો કોયડો ઉકેલવો અઘરું બનતું જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાનો ઓમિક્રોન નામનો વેરિએન્ટ સંપૂર્ણપણે ઓળખવામાં વૈજ્ઞાનિકો પણ ચૂક ખાય જાય તેવું લાગી રહ્યું છે.
અહેવાલો અનુસાર, આ નવા વેરિએન્ટ પર પ્રવર્તમાન રસીઓ અસરકારક છે કે નહીં તે પણ અસ્પષ્ટ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ નવા પ્રકાર સામે રસીઓ કેટલી અસરકારક રહેશે તે અંગે વૈજ્ઞાનિકો હજુ પણ અસ્પષ્ટ છે, કારણ કે આ નવો વેરિએન્ટ તટસ્થતાનો પ્રતિકાર કરી શકે તેવા પરિવર્તનો દર્શાવે છે. દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, હોંગકોંગ અને ઇઝરાયેલમાં અત્યાર સુધીમાં માત્ર કેટલાક ડઝન કેસોની સંપૂર્ણ ઓળખ થઈ છે.
હજુ સંપૂર્ણપણે ઓળખ બાકી છે. નવા પ્રકાર, ઇ.1.1.529 એટલે કે ઓમિક્રોન અંગે ક્વાઝુલુ-નેટલ રિસર્ચ એન્ડ ઇનોવેશન સિક્વન્સિંગ પ્લેટફોર્મના ડિરેક્ટર, તુલિયો ડી ઓલિવિરાના જણાવ્યા અનુસાર, એકલા સ્પાઇક પ્રોટીનમાં 30 થી વધુ સાથે “મ્યુટેશનનું ખૂબ જ અસામાન્ય નક્ષત્ર” ધરાવે છે. જેને ઓળખવું કપરું છે.
ઓમીક્રોન વિશ્વ માટે નવું જોખમ-WHO
કોરોનાનાં નવા ’કલર’થી વિશ્વ આખા પર નવું જોખમ ઉભું થયું છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત ઉભરેલા નવા પ્રકારના કોરોના વાયરસને લઈ ફફડાટ ફેલાયો છે કારણ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વેરીએન્ટને “ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાનો પ્રકાર” ગણાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહકાર સમિતિની આ મુદ્દે મહત્વની બેઠક મળી હતી. જેમાં આ વેરિએન્ટનું નામકરણ કરાયું છે.
તેને ગ્રીક મૂળાક્ષરો હેઠળ “ઓમિક્રોન” નામ આપ્યું છે.શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી દ્વારા કરાયેલી જાહેરાત છેલ્લા કેટલાક મહિનામાં પ્રથમ વખત ચિહ્નિત કરે છે કે આ નવો વેરિએન્ટ સમગ્ર વિશ્વ માટે મોટી ચિંતા સમાન છે. આ વર્ગમાં ડેલ્ટા પ્રકારના કોરોના વાયરસને પણ મૂકવામાં આવ્યો હતો, જે વિશ્વભરમાં ફેલાયો છે.
આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી ફરી પ્રભાવિત
હજુ માંડ માંડ ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીના દ્વાર ખુલ્યા છે ત્યાં દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો નવો વેરિએન્ટ ફરી અવરોધિત કરી હવાઇ મુસાફરીને પ્રભાવિત કરી રહ્યો છે. નવા અને જોખમી કોવિડ-19 સ્ટ્રેનને પગલે યુરોપે દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે, નવો વેરિયન્ટ ઘણો ચેપી છે.કોવિડનો નવો વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધુ ચેપી હોવાને કારણેના આશરે 10 જેટલા દેશોએ પ્રતિબંધ મૂકી દીધો છે.
સૌ કોઈ પોતાના દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા અને આ નવો વાયરસ પોતાના દેશમાં ના પ્રવેશે તેની આગમચેતીના ભાગરૂપે પ્રતિબંધના પગલાઓ ભરી રહ્યા છે જરૂરી પણ છે.બ્રિટન પછી ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, જર્મની, ઇટલી અને નેધરલેન્ડ્સે પણ શુક્રવારે મુસાફરી પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.
પ્રતિબંધમાં દક્ષિણ આફ્રિકા ઉપરાંત બોત્સ્વાના, સ્વાઝિલેન્ડ, લેસોથો, નામિબિયા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયન કમિશને જણાવ્યું હતું કે, તે 27 સભ્ય દેશ સાથે ઝડપી સંકલન દ્વારા સંયુક્ત પગલાં લેશે. જર્મનીના કાર્યકારી આરોગ્ય મંત્રી જેન્સ સ્પેહ્ને જણાવ્યું હતું કે અત્યારે આપણે વધુ મુશ્કેલી ઊભી કરે એવો નવો વેરિયન્ટ ઇચ્છતા નથી.
ભારતીય ટીમની દક્ષીણ આફ્રિકા ટુર પર ‘ગ્રહણ’ લાગશે?
કોરોનાના નવા સ્વરૂપે માત્ર શેર બજાર કે ક્રૂડ બજાર જ નહિ પરંતુ આ સાથે સોના-ચાંદી અંર ક્રિકેટ જગતમાં પણ અસર પહોંચાડવાની શરૂ કરી દીધું છે. દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના કારણે ગભરાટ છે. ત્યારે નવી પેટર્નને કારણે આવતા માસે ભારતીય ક્રિકેટ ટીમના પ્રવાસને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકાની ટૂર પર ગ્રહણ લાગે તેવી શક્યતા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે કોઈપણ નિર્ણય લેવામાં આવશે એ સરકારની સલાહના આધારે લેવામાં આવશે. ભારત અ ટીમ હાલમાં બ્લૂમફોન્ટેનમાં ત્રણ બિનસત્તાવાર ટેસ્ટ મેચો રમવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે જે અનિશ્ચિત સંજોગોને કારણે અધવચ્ચે રદ થઈ શકે છે. ખરાબ હવામાનને કારણે શુક્રવારે પ્રથમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, જ્યારે બીજી મેચ 29 નવેમ્બરથી રમાશે.
ભારતની ટીમ 17 ડિસેમ્બરથી શરૂ થતા તેમના લગભગ સાત સપ્તાહના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ, ત્રણ ઘઉઈં અને ચાર ઝ20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. આ મેચો ચાર સ્થળો જોહાનિસબર્ગ, સેન્ચુરિયન, પાર્લ અને કેપટાઉન પર રમાશે. બીસીસીઆઈના સૂત્રોએ શુક્રવારે કહ્યું કે, અમે સરકારની સલાહનું પાલન કરીશું.