અબુ સાલેમની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે લેશે નિર્ણય: ગેંગસ્ટરે 2027માં છોડી દેવાની કરી છે માંગ
ગેંગસ્ટર અબુ સાલેમની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય લેશે. સાલેમે 2 કેસમાં મળેલી આજીવન કેદની સજાને પડકારી છે. તેણે દાવો કર્યો છે કે પોર્ટુગલથી તેના પ્રત્યાર્પણમાં જે શરતો નક્કી કરવામાં આવી છે તે મુજબ તેની કેદ 25 વર્ષથી વધુ ન હોઈ શકે. તેથી, તેને 2027 માં મુક્ત કરી દેવો જોઈએ. તેના જવાબમાં કેન્દ્રએ કહ્યું છે કે સાલેમની મુક્તિ પર વિચાર કરવાનો સમય 2027 માં નહીં પરંતુ 2030 માં આવશે. ત્યારબાદ સરકાર જરૂરી નિર્ણય લેશે.
કુખ્યાત ગુનેગાર અબુ સાલેમે દાવો કર્યો છે કે ભારતમાં તેની જેલની મુદત 2027 થી આગળ વધારી શકાય નહીં. 2 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આ અંગે સીબીઆઈ, કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. સાલેમને 2005 માં પોર્ટુગલથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. તેણે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ભારત સરકારે 2002 માં પોર્ટુગીઝ સરકારને વચન આપ્યું હતું કે તેને ન તો મૃત્યુદંડની સજા આપવામાં આવશે અને ન તો કોઈ પણ સંજોગોમાં સજા 25 વર્ષથી વધુ થશે. પરંતુ મુંબઈની વિશેષ ટાડા અદાલતે તેને 1993 ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ સહિત 2 કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.
અબુ સાલેમે માંગ કરી છે કે 2002 ની તારીખને તેની મુક્તિ માટેનો આધાર બનાવવો જોઈએ કારણ કે તે જ સમયે તેને પોર્ટુગલમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તદનુસાર, 25 વર્ષની સમય મર્યાદા 2027 માં સમાપ્ત થાય છે.સાલેમની અરજીના જવાબમાં કેન્દ્રએ કહ્યું છે કે, સરકારે કહ્યું છે કે પ્રત્યાર્પણ સમયે આપવામાં આવેલ વચન એક સરકાર તરફથી બીજી સરકારને આપવામાં આવ્યું હતું. સાલેમના કેસમાં ચુકાદો આપનાર ટાડા કોર્ટના ન્યાયાધીશો આનાથી બંધાયેલા ન હતા. તેમણે ભારતીય કાયદા અનુસાર નિર્ણય આપ્યો છે. સરકારે એમ પણ કહ્યું છે કે, સાલેમને 2005 માં ભારત લાવવામાં આવ્યો હતો. તેથી 2030 માં સરકાર આ બાબતે જરૂરી નિર્ણય લેશે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આજે સાલેમની વતી મુક્તિ અંગે વાત કરવી બિનજરૂરી છે. ધરપકડના 25 વર્ષ બાદ તેણે આ માંગ ઉઠાવવી જોઈએ. ગૃહ સચિવે એવું પણ સૂચન કર્યું છે કે સાલેમની અપીલની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બંને કેસના તથ્યોને જ જોવું જોઈએ. ભારત સરકાર અને પોર્ટુગલ સરકાર વચ્ચેના પ્રત્યાર્પણ કરારને અનુસરવાનું સરકાર પર છોડવું જોઈએ.
પોર્ટુગલે કસ્ટડીમાં લીધેલી તારીખને ધરપકડની તારીખ ગણવા સાલેમની માંગ
અબુ સાલેમે માંગ કરી છે કે 2002 ની તારીખને તેની મુક્તિ માટેનો આધાર બનાવવો જોઈએ કારણ કે તે જ સમયે તેને પોર્ટુગલમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તદનુસાર, 25 વર્ષની સમય મર્યાદા 2027 માં સમાપ્ત થાય છે.
શું છે સમગ્ર મામલો ?