અબતક, રાજકોટ

આઇપીસી કલમ 120(બી) ગુનો આચરવા માટે કાવતરૂ ઘડવામાં આવે ત્યારે પોલીસ દ્વારા લગાવવામાં આવે છે પરંતુ ગુનાહીત કાવતરામાં આરોપી માનસિક રીતે ઇન્વોલ ન હોય ત્યારે તે દોષિત ઠેરવી ન શકાય તેવો મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. સહઆરોપીની પોલીસ સમક્ષની કબુલાત અને ઝડપાયેલા આરોપીની કબુલાત કાવતરા માટે પુરતા પુરાવા ગણી ન શકાય તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા ઠેરવવામાં આવ્યું છે.

ગુના અંગે પુરાવા ન મળે ત્યારે ગુનાહીત ષડયંત્ર રચવા માટે આરોપીને દોષિત ઠેરવવો અયોગ્ય

સામાન્ય રીતે ગંભીર પ્રકારનો ગુનો એક કરતા વધુ શખ્સો સામે નોંધાયો હોય ત્યારે આરોપી વચ્ચે ગુના આચર્યા પૂર્વે થયેલી ચર્ચાને પોલીસ દ્વારા ગુનો આચરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યાનું ગણીને કાવતરાની કલમ 120(બી) લગાવવામાં આવે છે. કાવતરાની કલમની જોગવાઇ મુજબ પુરતા પુરાવા પોલીસ દ્વારા ચાર્જશીટમાં રજુ કરવામાં આવતા નથી સહઆરોપી અને આરોપીની પોલીસ સમક્ષની કબુલાતને કાવતરાની કલમ હેઠળ આરોપીને દોષિત માની ન શકયા આરોપી માનસિક રીતે ગુનામાં ઇન્વોલ ન હોય ત્યારે તેને સજા ફટકાવી અયોગ્ય ઠેરવવામાં આવી છે.

સહઆરોપીના નિવેદન અને ગુનાહીત કાવતરા અંગે આરોપીએ પોલીસ
સમક્ષ આપેલી કબુલાત પુરતા પુરાવા ન ગણી શકાય

રાજકોટ નજીકના ઠેબચડા ગામે જમીન પ્રકરણમાં થયેલી હત્યામાં એડવોકેટ રક્ષિત છાયાની હત્યાના કાવતરા અંગે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે તેને પોતાના બચાવવામાં બનાવ સમયે પોતાની હાજરી ન હોવાની કરેલી રજૂઆત જામીન માગ્યા હતા ત્યારે અદાલતે એડવોકેટ રક્ષિત છાયાની રજુઆત ગ્રાહ્ય ન રાખી જામીન રદ કરી ઠેરવ્યું હતું કે, ગુના પૂર્વે તે ઠેબચડા અવાર નવાર જતા અને હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સો સાથે મિટીંગ કરવી તેમજ જમીન અંગેના કેટલાક દસ્તાવેજ પોતાના પરિવારના નામે કરાવ્યા અંગેના પુરાવા ધ્યાને લઇ મુખ્ય કાવતરાખોર ગણવામાં આવ્યો હતો.

કાવતરા અંગેના આવા જ એક કેસમાં સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા કાવતરાના ગુનામાં નિર્દોષ ઠેરવ્યા હતા. જયપુરની જેલમાંથી ચાર આરોપીઓને લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓએ પોલીસની બંદુક છીનવી ફાયરિંગ કરી હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંધની હત્યા કર્યાના બનાવમાં પોલીસ દ્વારા અમરજીતસિંહ અને સુરેન્દ્રસિંહને કાવતરાના ગુનામાં સેસન્શ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ હુકમ સામે તેઓએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં ચાલતા ખંડપીઠના જસ્ટીશ આર સુભાષ રેડ્ડી અને હૃષિકેશ રોય દ્વારા નિદોષ જાહેર કરી સહઆરોપીની અને આરોપીની ગુનાના કાવતરા અંગેની આપેલી કબુલાત પુરાતા પુરાવા ગણી ન શકાય ગુનાના કાવતરામાં આરોપીનું માનસિક રીતે ઇન્વોલમેન્ટ ન હોય ત્યારે તેને દોષિત ઠેરવવો અયોગ્ય ગણાવ્યું છે. કાવતરાના ગુનાને યોગ્ય સમર્થન મળે તેવો પુરાવો હોય ત્યારે જ આરોપીને દોષિત ઠેરવી શકાય તેમ હોવાનું પણ સુપ્રીમ કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે. રાજકોટના ઠેબચડા હત્યા કેસમાં બનાવ સમયે એડવોકેટની હાજરી ન હોવા છતાં મુખ્ય કાવતરાખોર હોવાથી જામીન રદ થયા’તા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.