રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ભૂપત બોદર અને ઉપપ્રમુખ પદ માટે સવિતાબેન નાથાભાઈ વાસાણીનું નામ જાહેર થયું છે. બન્ને સભ્યોએ આજે બપોરે વિજય મુહૂર્તએ વિધિવત રીતે જિલ્લાજિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
કારોબારી અધ્યક્ષ તરીકે કોલીથડના સહદેવસિંહ જાડેજા, પક્ષના નેતા તરીકે મોટી મારડના વિરલ પનારા અને દંડક તરીકે પારડી લોધીકાના અલ્પાબેન મુકેશભાઈ તોગડિયાની વરણી થઈ છે.
આ તમામ અગ્રણીઓની જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ જિલ્લા ભાજપના હોદેદારોની પણ હાજરી રહી હતી. પ્રથમ સરદાર અને ડો..આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ તેઓએ ડીડીઓ સમક્ષ ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે આવતીકાલે પ્રથમ બેઠક મળ્યા બાદ હોદેદારોની સત્તાવાર રીતે ઘોસણા થવાની છે.
રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાવનાબેન કાકડીયા અને ઉપપ્રમુખ પદે મધુબેન મકવાણા
કારોબારી ચેરમેન તરીકે ચેતન પાણ, શાસક નેતા ચેતન કથીરિયા અને દંડક ભીખાભાઇ ગોવાણી
રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખ- ઉપપ્રમુખ સહિતના હોદેદારોના નામ ભાજપ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં પ્રમુખ તરીકે ભાવનાબેન કાકડીયા, ઉપપ્રમુખ તરીકે મધુબેન મકવાણા, કારોબારી ચેરમેન તરીકે ચેતન પાણ, શાસક નેતા ચેતન કથીરિયા અને દંડક ભીખાભાઇ ગોવાણીનું નામ જાહેર થયું છે. આ તમામ હોદેદારોએ આજે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ફોર્મ ભર્યા હતા. હવે આવતીકાલે જો સામેના પક્ષે કોઈ ઉમેદવાર નહી નોંધાય તો તમામ હોદેદારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે.
પ્રમુખ પદે કોટડાસાંગાણીમાં અરવિંદ સિંધવ, લોધિકામાં ગીતાબેન રાઠોડ
કોટડા સાંગાણીમાં પ્રમુખ પદે અરવિંદ સિંધવ, ઉપપ્રમુખ પદે ધીરુભાઈ કોરાટ તેમજ લોધિકા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે ગીતાબેન રાઠોડ, ઉપપ્રમુખ પદે કિશોરભાઈ વસોયા અને કારોબારી ચેરમેન પદે ઘનશ્યામ ભુવાના નામ જાહેર થયા છે. આ તમામે આજે ઉમેદવારી નોંધાવી હતી. વધુમાં પડધરી તાલુકા પંચાયતમાં જોવા જેવી થઈ છે. બહુમતી ભાજપની છે પણ પ્રમુખ પદ ઓબીસી મહિલા અનામત હોય ભાજપે ઉભા રાખેલા મહિલા ઉમેદવાર હારી ગયા હતા. જેથી હવે કોંગ્રેસના ઓબીસી મહિલા સભ્ય પ્રમુખ બનશે.