- ‘ઉમેદવારો વેચાઈ ગયા, મતદારો નહીં : દિનેશ કાછડિયા
- સુરતના વરાછા પોલીસમાં પૂર્વ કોર્પોરેટર ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
સુરત ન્યૂઝ : સુરત લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ અંગે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતાં. જ્યાં તેમને પોલીસે ઈલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું.
પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જણાવ્યુ હતું કે હું વરાછા પોલીસ સ્ટેશન ખાતે મતનો અધિકાર માટે ગયો હતો . 7 તારીખે મતદાન થવાનું છે. સુરતમાં ભાજપે ટેકેદારોને અને અન્ય ઉમેદવારોને કરોડો રૂપિયા આપ્યા છે તેવા આક્ષેપો લગાવ્યા હતા . તેમણે વધુમાં કહ્યું હતું કે વેચાઈ ઉમેદવારો ગયા છે મતદારો નહીં.19 લાખ 68 હજાર જેટલા મતદારોના હકની વાત હોય ત્યારે લોકો કેમ ચૂપ બેઠા છે તેવો સવા કર્યો હતો . સમગ્ર ઘટના અંગે તપાસ કરી ગુનેગારને સજાને યોગ્ય સજા થાય તેવી માંગ કરાઇ હતી .
ભાવેશ ઉપાધ્યાય