પ્રવેશ પરીક્ષા 10મી જાન્યુઆરીએ લેવાશે: ઈન્ટરવ્યુ 16 જાન્યુઆરીએ થયા બાદ 25મી જાન્યુઆરીથી વર્ગોનો પ્રારંભ થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિધાર્થીઓ IAS / IPS બને અને ઉચ્ચ પદવી હાસલ કરે તે હેતુ થી વર્ષ 2019 થી SU – JIO UPSC BHAVAN શરૂ કરવામાં આવેલ છે . આ SU – JIO UPSC BHAVAN અંતર્ગત 2 વર્ષમાં કુલ 6 વિદ્યાર્થીઓ ીાતભ પ્રિલિમ્સ પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે . આ SU – JIO UPSC ભવન જૈન મહારાજ સાહેબ પુ.પુ. નયનપદ્મસાગર મહારાજ સાહેબ અને પ.પુ. મયણા મહાસતીજીની પ્રેરણા અને આશીર્વાદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સલંગ્નથી શરૂ કરવામાં આવેલ છે આ કોચિંગ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ નિશુલ્ક છે એક પણ રૂપિયાનો ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતો નથી .
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને જિઓ (જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ) દ્વારા સયુંકતપણે વિદ્યાર્થીઓને બેસ્ટ કોચિંગ અને બેસ્ટ ફેસીલીટી મળે તે હેતુ થી આ ભવન શરૂ કરવામાં આવેલ છે . ચાલુ વર્ષ અંતર્ગત UPSC પ્રિલિમ્સ 2022 માટે ક્રેશ કોર્સ બેચ માટે એક પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે . આ કેશ કોર્ષ બેચ જુન -2022 સુધી વિદ્યાર્થીઓને પ્રિલિમ્સ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે આ પ્રવેશ પરીક્ષા 200 માર્કસની રહેશે જેમાં ઉતીર્ણ થયા બાદ ઈન્ટરવ્યુ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે.
આ પ્રવેશ પરીક્ષા ગ્રેજ્યુએટની છેલ્લા વર્ષની પરીક્ષા આપેલ હોય અથવા તો તેનાથી ઉપરના કોઈ પણ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા આપી શકે છે . આ કોચિંગ સેવાનો લાભ મેળવવા સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે ઉત્સાહ પૂર્વક UPSC પરીક્ષા પાસ કરી IAS / IPS બનવા આગળ આવે અને બેસ્ટ કોચિંગ મેળવવા માટે SU – JIO UPSC ભવનની કોચિંગ માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરી નિશુલ્ક કોચિંગ મેળવે.
પ્રવેશ પરીક્ષા ટાઈમ ટેબલમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 31-12-2021, પ્રવેશ પરીક્ષાની તારીખ 10-1-2022, ઈન્ટરવ્યુ તારીખ 16-1-2022, ક્લાસ ચાલુ થવાનો સમય : 20-1-2022 છે. જે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવા ઈચ્છતા હોય તે SU – JIO UPSC ભવનની વેબસાઈટ https://sujioupsc.in ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે . સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ગ્રેજ્યુએટની છેલ્લા વર્ષની પરીક્ષા આપેલ હોઈ અથવા તેનાથી ઉપરના કોઈ પણ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને કુલ ટાઈમ કોચિંગ મેળવવાની ઈચ્છા હોય તેઓ આ લીંક પર જઈ ને પોતાનું એડમિશન ફોર્મ ભરી શકે છે – આ સેન્ટરમાં વિધ્યાર્થીઓને વાંચવા માટે પુસ્તકાલયની પણ ખુબજ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે વિધ્યાર્થીઓ માટે સતત કાર્યરત છે .
આ SU – JIO યુપીએસી ભવનને સફળ બનવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, , ઉપકુલપતિ ડો . વિજયભાઈ દેસાણી , અને કો. ઓર્ડીનેટર મેહુલભાઈ રૂપાણી કો . કો.ઓર્ડીનેટર નીલેશભાઈ સોની , કો.કો.ઓર્ડીનેટર ડો . નિકેશભાઈ શાહ , દિલ્હીથી જીઓનાં એક્ઝીક્યુટીવ ડિરેક્ટર સંજયભાઈ સંખલેચા , રાજકોટ જિઓ ના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ અને ગુજરાતના જિઓના પ્રેસીડેન્ટ રાજુભાઈ શાહ વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને તેમના જ સઘન પ્રયત્નોથી આ SU – JIO UPSC ભવન ખુબ જ સારી રીતે કાર્યરત છે.