અનેક ઉમેદવારો સમયસર પહોંચી ન શકતા પરીક્ષામાં બેસી ન શક્યા
રાજયમાં આજે સ્ટાફ સિલેક્શન અને પોસ્ટની જુદી જુદી જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. બન્ને પરીક્ષા એક જ દિવસે અને સમયમાં પણ સામાન્ય તફાવત હોવાના કારણે શહેરના અનેક ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શનની પરીક્ષા છોડી દેવી પડી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં મોડા પડેલા ઉમેદવારોને પણ પરીક્ષામાં પ્રવેશ આપવામાં ન આવતાં અનેક સ્ળો પર ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પોસ્ટમાં ખાલી પડેલી જુદી જુદી જગ્યાઓ માટે આજે સવારે ૧૧ી ૧ દરમિયાન પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત બહારગામી પણ અનેક વિર્દ્યાીઓ પરીક્ષા આપવા માટે અમદાવાદમાં આવ્યા હતા. બીજીબાજુ સ્ટાફ સિલેક્શન દ્વારા પણ જુદી જુદી જગ્યાઓ માટે આજે જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમય બપોરે ૨ ી ૪ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. રાજયના અનેક ઉમેદવારો એવા હતા કે જેઓએ એકસો બન્ને પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. અલગ અલગ દિવસે પરીક્ષા હોય તો બન્ને જગ્યાએ નોકરી માટે પ્રયાસ કરવા માટે ઉમેદવારોએ બન્ને જગ્યાએ ફોર્મ ભર્યા પરંતુ એક જ દિવસે બન્ને પરીક્ષાનુ આયોજન તાં ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા.
બન્ને પરીક્ષા માટે ફોર્મ ભરનારા ઉમેદવારોના કહેવા પ્રમાણે પોસ્ટ માટે અને સ્ટાફ સિલેક્શન માટે જુદી જુદી શાળાઓમાં પરીક્ષાના બેઠક નંબર આપવામાં આવ્યા હતા. પોસ્ટમાં નરોડા અવા તો પશ્ચિમની સાબરમતી વિસ્તારની કોઇ કોલેજમાં નંબર આવ્યો હોય તો સ્ટાફ સિલેક્શન માટે મણિનગરની શાળામાં નંબર આપવામાં આવ્યો હતો. બપોરની પરીક્ષાનો સમય બપોરે બે વાગ્યાનો હતો પરંતુ દોઢ વાગ્યા સુધીમાં હાજર ઇ જવાની સૂચના આપવામાં આવી હતી. પોસ્ટની પરીક્ષા ૧૧ી એક વાગ્યા સુધી લેવામાં આવી હતી. બપોરે ૧ વાગે પરીક્ષા પુરી યા બાદ એક સ્ળેી બીજા સ્ળે પહોંચવામાં અડધાી લઈને એક કલાક સુધીનો સમય લાગે તેમ હતો. આ પ્રકારની સ્િિતના કારણે અનેક વિર્દ્યાીઓ દોઢ વાગ્યા સુધીમાં બીજી પરીક્ષામાં પહોંચી શકયા નહોતા. મણિનગરની બેસ્ટ હાઇસ્કૂલમાં દોઢ વાગ્યા પછી પાંચ મિનિટ મોડા પહોંચનારા ઉમેદવારોને પણ પરીક્ષામાં બેસાવા દેવાયા નહોતા.
કેટલાક ઉમેદવારોએ આ મુદ્દે શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ પ્રકારની ઘટના શહેરની અનેક શાળાઓમાં જોવા મળી હતી. એક જ દિવસે બે પરીક્ષાનું આયોજન અને સમયમાં કોઇ છૂટછાટ ન અપાતા હજારો ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શનની પરીક્ષા છોડવી પડી હતી.