‘નીટ’ની પરીક્ષાની અરજી માટેની તારીખ એક અઠવાડિયુ લંબાવાઈ
સીબીએસઈએ એમબીબીએસના અભ્યાસક્રમમાં પ્રવેશવા માટે લાયકાત તરીકે જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે ૨૫ વર્ષ અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૩૦ વર્ષની વયમર્યાદા નકકી કરી હતી. જેને કારણે ૨૫ વર્ષથી વધુ વયના ઉમેદવારો નીટની પરીક્ષા આપી શકતા ન હતા. મેડિકલ કાઉન્સીલે પ્રવેશે નીટમાં ઉપલી વયમર્યાદા નકકી કરી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ૨૦૧૯ માટેની નીટની પરીક્ષા ૨૫ વર્ષથી વધુ વયના ઉમેદવારોને પણ આપવાની અરજીને લીલીઝંડી આપી છે અને તે માટે નીટની પરીક્ષાની અરજીની છેલ્લી તારીખને પણ એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે.
આ પહેલા ૧લી નવેમ્બરના રોજ એનટીએ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ હતું કે, ૫ મે ૨૦૧૯ના રોજ નીટની પરીક્ષાના દિવસે ૨૫ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં પરંતુ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાતા અપીલ મંજૂરી આપવામાં આવી છે.
નીટ યુજી ૨૦૧૯ની પરીક્ષા માટેની અરજી કરવા માટે ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ સ્વીકાર્ય છે. જેમાં ૧૦ કેબીથી લઈ ૨૦૦ કેબીનો ફોટો તેમજ હસ્તાક્ષર ઉમેદવારોએ જોડવાનું રહેશે. આ ઉપરાંત ઓનલાઈન ફી પણ સ્વીકાર્ય છે. ફીની ચૂકવણીના ક્ધફર્મેશન મેળવી લીધા બાદ તેની ૩ થી ૪ ઝેરોક્ષ કરાવી લેવી.