રાજ્યના પોલીસ વિભાગમાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. બિન હથિયારધારી PSIની 202 જગ્યા, બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ અને હથિયારધારી PSIની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી જાહેર કરાય છે.
આ સાથે મહિલા ઈન્ટેલિજન્ટ ઓફિસરની 9 જગ્યાઓની ભરતી કરાશે. બિન હથિયારધારી મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 659 જગ્યાઓ ભરાશે. સાથે બિન હથિયારધારી મહિલા મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 324 જગ્યા પર પરીક્ષા લેવાશે.
પોલીસ વિભાગમાં યોજાનારી આ મોટા પ્રમાણની ભરતી માટે ઉમેદવારો 16 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેના માટે ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. 31 માર્ચ સુધી ઉમેદવારોને ઓનલાઈન અરજી સ્વિકારાશે. ઉલ્લેખનીય છે કે પોલીસની 1382 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થતા તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો છે. ઉમેદવારોએ અત્યારથી જ તૈયારીઓ ઉત્સાહમાં બમણી કરી દીધી છે.