ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના બાદમાં સૌથી મોટી ચર્ચા એ હતી કે ભાજપ હવે કેટલા લોકોને ટિકિટ આપશે ત્યારથી કોંગ્રેસ તૂટવાની ચાલુ થઈ ત્યારથી બધા જ નાના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે ત્યારે હવે ભાજપ નો રિપીટ થિયરી કેવી રીતે અપનાવશે અને ફક્ત ચૂંટણીના એક વર્ષ પહેલા જ વિજય રૂપાણી સરકારનું વિસર્જન થયું હતું તેના બધા જ મંત્રીઓ રીપીટ ન થયા હતા જેમાંથી મોટાભાગના ધારાસભ્ય ની ટિકિટ કપાઈ તેવી શક્યતા છે
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ અને ચૂંટણીની કેન્દ્રીય કમિટીની બેઠક મળી હતી જેમાં નરેન્દ્ર મોદી અમિત શાહ સહિતના ભારતના ભાજપના તમામ દિગ્ગજો હાજર હતા અને મંથન કરીને ઉમેદવારોની યાદી બની હોવાની હાલ ચર્ચા છે ત્યારે આજરોજ સવારે 10:00 વાગ્યા થી ભાજપના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ શકે છે
ભાજપ દ્વારા અમુક ઉમેદવારો ના નામ ફાઈનલ થઈ ગયા છે અને મોડી રાત્રે જ તેમને ઉમેદવારી ફોર્મ ભરવા માટે ફોન આવી ગયેલ હોવાની ચર્ચા એ પૂર જોર પકડ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ નીચેના આટલા નામોને ટિકિટ આપવાનું કન્ફર્મ થઈ ગયેલ હોવાનું માનવામાં આવે છે
રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ
રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરીયા
મોરબી- માળિયા બેઠક પર કાંતિલાલ અમૃતિયા
, ટંકારા-પડધરી બેઠક પર દુર્લભજીભાઈ દેથરિયા
હળવદ- ધ્રાગંધ્રા બેઠક પર પ્રકાશ વરમોરા
અમરેલી બેઠક પર કૌશિક વેકરિયા
લીબડી બેઠક પર કિરીટસિંહ રાણા
ગઢડા બેઠક પર શંભુ પ્રસાદ ટુંડીયા
પારડી બેઠક પર કનું દેસાઈ
વલસાડ બેઠક પર ભરત પટેલ
દસાડાથી બેઠક પર પી.કે. પરમાર
ઉંમરગામ બેઠક પર રમણ પાટકર
વઢવાણ બેઠક પર જિજ્ઞા પંડ્યા
ચોટીલા બેઠક પર શામજી ચૌહાણ
મોરબી-માળિયા બેઠક પર કાંતિલાલ અમૃતિયા
ટંકારા-પડધરી બેઠક પર દુર્લભજીભાઈ દેથરિયા
હળવદ- ધ્રાગંધ્રા બેઠક પર પ્રકાશ વરમોરા
જસદણ બેઠક પર કુંવરજીભાઇ બાવળિયા
ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજા
ગિરસોમનાથ બેઠક પર માનસિંહ પરમાર
જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજીભાઈ પટેલ
કાલાવડ બેઠક પર મેઘજીભાઈ ચાવડા
જામજોધપુર બેઠક પર ચીમનભાઈ સાપરિયા
ચોટીલા બેઠક પર શામજીભાઈ ચૌહાણ
તાલાળા બેઠક પર ભગાભાઈ બારડ
કચ્છ બેઠક પર વીરેન્દ્રસિંહ જાડેજા
વાંકાનેર બેઠક પર જીતુ સોમાણી
અંજાર ત્રિકમ છાંગા
કચ્છ બેઠક પર વીરેન્દ્રસિંહ જાડેજા
વાંકાનેર બેઠક પર જીતુ સોમાણી
અંજાર બેઠક પર ત્રિકમ છાંગા
ભાજપ દ્વારા છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ટકાવી રાખવામાં આવી છે અને સાથે જ હજી ભાજપની સામે કોઈ ટક્કર લઈ શકે તેવી સીધી પાર્ટી રહી ન હોય તેથી ભાજપની અંદર જ એટલા બધા મુરતિયા વધી ગયા છે કે કોને ટિકિટ આપવી અને કોને ન આપવી એ પાર્લામેન્ટ્રી બોર્ડ માટે પણ એક અઘરી કસોટી હશે પરંતુ આખરી લિસ્ટ આવ્યા બાદ જ માહિતી મળશે કે કોને ટિકિટ મળી ?