પેનલો નકકી કરી ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ અને ઉપસરપંચ સુધી શેટીંગ માટે પડાપડી !

ગુજરાત સરકાર દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની ચુંટણીઓ જાહેર કરાતા દ્વારા જીલ્લામાં કુલ 175 ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતાં રાજકીય ગરમી આવી છે તો ઉમેદવારોમાં પણ દોડધામ શરુ થઇ છે.દ્વારકા, ખંભાળીયા, ભાણવડ અને કલ્યાણપુરની 175 ગ્રામ પંચાયતોની ચુંટણીઓ જાહેર થતાં ઉઘોગોની નજીકના ગામોના સરપંચોનો દબદબો રહેતો હોય તથા કંપનીમાં કોન્ટ્રાકટ સહીતના લાભો મળતા હોય તથા હવે ગ્રામ પંચાયતોમાં પણ કરોડોની ગ્રાંટો કરે રાજયની સરકારો ફાળવણી હોય સરપંચની ચુંટણી પણ હવે લાખોના ખર્ચે પહોંચી જાય છે.

પેનલો નકકી કરીને ગ્રામ પંચાયતના સદસ્યોથી સરપંચ ઉપસરપંચ ખુબ શેટીંગ માટે પડાપડી થવા લાગી છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતોની ચુંટણીમાં મોટા રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ કે આપ જેવા દરમ્યાન ગીરી કરતા નથી પણ 2022માં વિધાનસભાની ચુંટણી આવનાર હોય આ ચુંટણીઓમાં સરપંચનું ગામના મતદાન પર વિશેષ વર્ચસ્વ રહેતું હોય આગામી ધારાસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખીને પણ આ વખતે ગ્રામ પંચાયતોની ચુંટણી મહત્વની ગણાય છે. જો કે ખંભાળીયા શહેરની નજીક એસ્સાર નજીક ઘડી કંપની અને ટાટા કેમીકલ્સના પ્લાંટ તથા એરિયા નજીકની ગ્રામ પંચાયતોમાં સરપંચો થવા પડાપડી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.