ત્રણેય વિધાનસભા બેઠકો માટે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પડાયું:૨૧મી સુધી ફોર્મ ભરી શકાશે
આગામી તા. ૯ ના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મોરબી જીલ્લાની ત્રણેય બેઠકો માટે વિધાનસભા મતદાર વિભાગ ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ મોરબી દવારા ચૂંટણી જાહેરનામું જાહેર કરાયુ છે જે અંતર્ગત તા.૧૪થી૨૧ ઉમેદવારી પત્રો ભરી શકાશે.
૬૫-મોરબી વિધાનસભા
૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી શિવરાજભાઈ ખાચર દ્વારા મોરબીની કચેરી તાલુકા સેવા સદન રૂમ નં ૧૦૩ લાલબાગ સેવાસદન મોરબી અથવા મદદનીશ ચુંટણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર મોરબી સમક્ષ તા. ૧૪-૧૧-૨૦૧૭ થી તા. ૨૧-૧૧-૨૦૧૭ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્રો મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્રો રજુ કરી શકાશે જે માટેની નિયમોનુસાર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.
રજુ થયેલ ઉમેદવારી પત્રોની ચકાસણી તા ૨૨-૧૧-૨૦૧૭ ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યા થી ચૂંટણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી મોરબી દવારા ઉપરોકત કચેરી ખાતે જ હાથ ધરાશે. તા..૨૪-૧૧-૨૦૧૭ ના બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેચવાની નોટીસ ઉપરોકત કોઇ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે.
૬૬-ટંકારા બેઠક
નાયબ કલેકટરશ્રી ચેતન બી. ગણાત્રા દવારા ચૂંટણી નોટીસ જાહેર કરી જણાવેલ છે કે ચૂંટણી અધિકારી ૬૬ ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર-૨ મોરબી કે મામલતદાર કચેરી રાજકોટ મોરબી હાઇવે , ટંકારા અથવા મદદનીશ ચુંટણી અધિકારી ૬૬ ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર ટંકારા સમક્ષ તા. ૧૪-૧૧-૨૦૧૭ થી તા. ૨૧-૧૧-૨૦૧૭ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્રો મેળવી શકાશે. અને ભરાયેલ ઉમેદવારી પત્રો રજુ કરી શકાશે જે માટેની નિયમોનુસાર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.
રજુ થયેલ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૨-૧૧-૨૦૧૭ ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યા થી ચૂંટણી અધિકારી ૬૬ ટંકારા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટ નં-૨ મોરબી દવારા ઉપરોકત કચેરી ખાતે જ હાથ ધરાશે. તા..૨૪-૧૧-૨૦૧૭ ના બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેચવાની નોટીસ ઉપરોકત કોઇ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે.
૬૭-વાંકાનેર બેઠક
૬૭ વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી જે.ડી.ગઢવી દવારા ચૂંટણી નોટીસ જાહેર કરી જણાવેલ છે કે ચૂંટણી અધિકારી ૬૭ વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત કે મામલતદાર કચેરી તાલુકા સેવા સદન,બીજામાળે,રાજકોટ રોડ, વાંકાનેર અથવા મદદનીશ ચુંટણી અધિકારી ૬૭ વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર વાંકાનેર સમક્ષ તા. ૧૪-૧૧-૨૦૧૭ થી તા. ૨૧-૧૧-૨૦૧૭ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્રો મેળવી શકાશે. અને ભરાયેલ ઉમેદવારી પત્રો રજુ કરી શકાશે જે માટેની િનયમોનુસાર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે. રજુ થયેલ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૨-૧૧-૨૦૧૭ ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યા થી ચૂંટણી અધિકારી ૬૭ વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત વાંકાનેર દવારા ઉપરોકત કચેરી ખાતે જ હાથ ધરાશે.