ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં બે વિચિત્ર ઘટના જોવા મળી હતી. જેમાં રાજકોટ અને વાંકાનેર તાલુકાના બે ઉમેદવારો એવા હતા કે જેમને પોતાનો મત પણ મળ્યો ન હતો. રાજકોટ તાલુકાના ખોરાણા ગામમાં વોર્ડ નંબર 3ના ઉમેદવાર કાનાભાઇ નવઘણભાઈ ડાભી અને વાંકાનેર તાલુકાના ચિત્રાખડામાં સરપંચ પદના ઉમેદવાર અનુબેન સામતભાઈ ડાભીને એક પણ મત મળ્યા ન હતા.
હવે પ્રશ્ન એ થાય છે કે અન્ય મતદારો તો ઠીક પણ આ ઉમેદવારોને પરિવારનો કે પોતાનો મત પણ કેમ ન મળ્યો ? જો કે ઉમેદવારે મત આપવામાં ભૂલ કરી હોય એટલે મત રિજેક્ટ થવાના કારણે પોતાનો મત પોતાના નસીબમાં ન આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અનેક જગ્યાએ ટાય, ચીઠ્ઠી નાખી સરપંચ નક્કી કરાયા
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અનેક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્ય પદમાં બે ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ હતી. જેના કારણે ચિઠ્ઠી નાખીને સરપંચ અને સભ્યને વીજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે મહા મહેનત બાદ ઉમેદવારને એટલા મત એકઠા થયા હતા. તેવામાં એક ચિઠ્ઠીએ ઉમેદવારને હરાવતા અફસોસનો કોઈ પાર ન રહે તે સ્વાભાવિક છે.