રાજકોટના મીનાબેન પરમાર દ્વારા કોર્ટમાં અરજી કર્યા બાદ સત્વરે નિકાલ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા એ બાબતની ચોખવટ કરવામાં આવી છે કે કેન્સરથી પીડીત દર્દીઓને મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો લાભ આપશે. જેના દ્વારા તેમને ફ્રી સારવાર કરાવી શકાશે. રાજકોટના સત્તાધીશો દ્વારા આ બાબતની કોર્ટમાં ખાતરી આપવામાં આવી હતી. જયારે એક સ્ત્રી દ્વારા તેના સાસુને કેન્સરની સારવાર માટે જ‚રી પુરાવાઓ સાથે મદદ માંગી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરમાં વસતા મીનાબેન પરમાર દ્વારા તેમના સાસુ અનુબેન પરમારને કેટલાક મહિનાઓથી કેન્સરની બિમારી લાગુ થતાં તેમની તબીયત ગંભીર થઇ હતી. તેમના દ્વારા તેમની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આધાર-પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. તેમણે પ્રધાનમંત્રી અમૃતમ યોજનાનો લાભ તેમના સાસુને મળે તે માટે જીલ્લાના અધિકારીઓને પ્રધાનમંત્રી અમૃતમ કાર્ડ માટે દર્દીની તમામ વિગતો સાથેની અરજી રજુ કરી હતી. કારણ કે આ લાભ મેળવવા માટે આ તમામ રજુ કરવા જરુરી હતા.
આ અંગે હાઇકોર્ટમાં કવેરી થતાં રાજકોટના આ પ્રોજેકટના અધિકારી દ્વારા કોર્ટમાં આવી અનુબેનના સંબંધીઓની અમૃતમ કાર્ડની માગણી અંગે રજુઆત બાદ પુરાવાઅની ખરાઇ કરી હતી. તેમજ તેમણે બાંહેધરી આપ્યા બાદ આ અરજીની સુનાવણી માટે મીનાબેન પરમારના વકીલ જીત ભટ્ટ દ્વારા કરેલ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અને હવે કેન્સરના દર્દીઓ પ્રધાનમંત્રી અમૃતમ કાર્ડ હેઠળ લાભ મળવાને પાત્ર થશે.