કેન્સરથી બચવું શકય!! કેન્સરના પ્રકારોમાં સ્કિન, બ્લડ, બોન, બ્રેઇન, બ્રેસ્ટ, પેન્ક્રીયાસ, પોસ્ટેટ, લંગ, મોઢા તથા ગળાના કેન્સરો જોવા મળે છે. વિશ્ર્વમાં દર મિનિટે કેન્સરથી 18 વ્યકિતનાં મોત થાય છે.એક એવી બિમારી જેનું નામ પડતાં મૃત્યું જ દેખાય, અને માનવી ભાંગી પડે છે. તેનું નામ છે કેન્સર આજકાલ આ બિમારી ખુબ જ ફેલાઇ રહી છે.
આપણા ગુજરાતમાં પાન, તમાકુ, ધ્રુમપાનના વિવિધ વ્યસનોને કારણે જડબાના કેન્સર વિશેષ જોવા મળે છે. દર વર્ષે લાખો લોકો કેન્સરને કારણે મોતને ભેટે છે. અસાઘ્ય અને ઘાતક જીવલેણ બિમારી છે. કેન્સર !! 4 ફેબ્રુઆરી 1988 થી વર વર્ષે કેન્સર દિવસ ઉજવાય છે. વિશ્ર્વમાં દર મિનિટે 18 વ્યકિતના મોત થાય છે. બે દશકામાં કેન્સરના દર્દીની સંખ્યામાં 70 ટકાનો વધારો થયો છે. જો કેન્સરને બરોબર જાણી લઇ તો તેને હરાવી શકીએ, કેન્સર કેમ થાય છે, એનાથી કેમ બચી શકીએ આવી વિવિધ જાણકારી સૌએ મેળવવી જરૂરી છે. સૌ પ્રથમ તો કેન્સર શું છે, તેનાથી કેમ બચવું, સાથે તેના વિવિધ પ્રકારો, તેના લક્ષણો જાણવા જરૂરી છે.
દુનિયામાં 100થી વધુ પ્રકારના કેન્સર જોવા મળે છે: તેનું નામ કયા અંગ કે કયા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય છે ,તેના પરથી પડે છે : તેના મુખ્ય પ્રકારોમાં કાર્સીનોમાં, સાકોમાં ,લ્યુકોમીયા, લિમ્ફોમાં અને માઈલોમાં તેમજ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કેન્સર: તમામ પ્રકારના કેન્સરની શરૂઆત કોષોથી થાય છે, જે જીવનનો પાયાનો એકમ છે
કોષોના જાળીદાર સમૂહને ગાંઠ કહેવામાં આવે છે, બધીજ ગાંઠ કેન્સરની નથી હોતી : બોર્નમેરો અને લોહીમાં થતું કેન્સર લ્યુક્રોમિયા કહેવાય છે, જે ગાંઠથી થતું નથી : તેની તપાસ માટે એક્સ-રે ,સીટી સ્કેન,અલ્ટ્રાસાઉન્ડ, રેડિયોન્યુકલાઇડસ્કેન,પેટસ્કેન અને એમઆરઆઇથી નિદાન થાય છે: મોટાભાગના કેસોમાં ડોક્ટરને તેના નિદાન માટે બાયોપ્સી કરવાની જરૂર પડે છે
ચાલો આપણે સૌ કેન્સર પીડા અને વેદના વિનાની દુનિયા નિર્માણ કરીએ…
કેન્સર આપણી કોશિકાઓના અંદર ડી.એન.એ. ની ક્ષતિને કારણે થાય છે. આ જીવલેણ બિમારી લોહીની ખરાબીને કારણે થાય છે. ધીરે ધીરે એ આપણાં શરીરના દરેક ભાગને કમજોર બનાવે છે. કેન્સરને કારણી આપણા શરીરના બેકટેરીયા મરી જાય અને આપણી રોગ પ્રતિકારક શકિત નાશ પામે છે. જેથી આપણું શરીર કેન્સર સામે લડી શકતું નથી. આપણાં શરીરમાં અલગ અલગ ભાગોમાં થતાં કેન્સરને તેના ભાગ સાથે જોડીને નામો અપાયા છે. કેન્સર ચામડી, લોહી, હાડકા, મગજ, બ્રેસ્ટ, પ્રેક્રિયાટિક, ફેફસા, મોઢા કે જડબા, ગળા અને પ્રોસ્ટેટનું કેન્સર જોવા મળે છે.
આ થવાનાં કારણોમાં મુખ્યત્વે બીડી, સીગારેટ, ગુટખા, તમાકુ અને માવા-ફાકી જેવા હાનીકારક પદાર્થોના સેવનથી વધુ થતાં જોવા મળે છે, સરકાર દ્વારા આવા પદાર્થોના પેકેટ ઉપર કાનુની ચેતવણી પણ લગાવે છે. છતાં લોકો તેના સેવનને કારણે મોતને આમંત્રણ આપે છે. એક વાર કેન્સર થયા બાદ તે ખુબ જ ઝડપથી શરીરમાં પ્રસરી જાય છે. હાલમાં સર્જરી, કિમોથેરાપી તથા રેડિએશન (શેક) જેવી ટ્રીટમેન્ટ કેન્સરના દર્દીઓ ઉપર કરાય છે. તેના વિવિધ પ્રકારોમાં અલગ અલગ થેરાપીને તબીબો અનુસરતા હોય છે. કોઇને કેન્સરની ગાંઠ હોય તો સર્જરી કરીને કાઢી નખાય છે. બાદમાં તે ભાગ ઉપર શેક અપાય છે. કેન્સર ટ્રીટમેન્ટમાં ફોલોપનું મહત્વ ઘણું જ છે. વિશ્ર્વમાં રોજ 26 હજાર લોકો કેન્સરથી મૃત્યુ પામે છે.વધારે બેઠાડુ જીવન, મીઠાનો વધુ ઉપયોગ, માતૃત્વ ધારણ કર્યા બાદ બાળકને સ્તનપાન ન કરાવવું, વધારે પડતી ગર્ભ નિરોધક ગોળી ખાવાથી મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તમાકુ ખાવો-પિવો કે ચાવો એ ત્રણેય પ્રકારે નુકશાન કરે છે. જંતુનાશક દવા છાંટેલા શાકભાજી કે ફળ ખાવાથી કેન્સર થઇ શકે છે. વધારે પડતી ચા પિવાથી પ્રોસ્ટેટનું કેન્સર થવાની શકયતા વધી જાય છે. આજકાલ વ્યસનોને કારણે મોઢુ ન ખોલવાનું બહુ જ વઘ્યું છે, જે લાંબે ગાળે જડબાના કેન્સરમાં પરિવર્તીત થાય છે.
ઇલેકટ્રોનિકસ વસ્તુનો વધુ વપરાશ પણ કેન્સરને આમંત્રણ આપે છે 40 વર્ષ પછી વર્ષે એકવાર બોડી ચેક-અપ કરાવવું? જરૂરી છે. કેન્સરમાં જેટલી વ્હેલી ખબર પડે તેટલી બચવાની શકયતા વધી જાય છે. તાજેતરમાં ફિલ્મ સ્ટાર ઋષી કપૂરનું કેન્સરને કારણે મૃત્યું થયું હતું. આપણા ક્રિકેટર યુવરાજસિંહને વ્હેલું નિદાન થતાં વિદેશમાં ટ્રીટમેન્ટ કરાવીને નોર્મલ લાઇફ જીવી રહ્યા છે.
રોગ પ્રતિકારક શકિત વધારવા નારંગી, લીંબુ, કિવી, પપૈયા, બ્રોકોલી, જામફળ તથા ટમેટાનું જયુસ અકસિર છે. આપણાં દેશમાં કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. દરરોજ કેન્સરથી ત્રણ જેટલા લોકોનાં મોત થતાં વર્ષે 500 થી વધુ મોત થાય છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ ખુબ જ વઘ્યું છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, મહેસાણા જેવા વિવિધ જિલ્લામાં તેનું પ્રમાણ વિશેષ જોવા મળી રહ્યું છે.
કેન્સરને સાવ સરળ શૈલીમાં સમજીએ તો કોઇપણ કારણસર શરીરનાં કોષોની વૃઘ્ધી અને વિભાજનની ક્રિયા નિયમાનુસાર ન થતાં, કોષોની અનિયંત્રિત વૃઘ્ધી શરીરમાં ગાંઠ ઉત્પન કરે છે. ઘણી વખત ગાંઠ ફાટી જાય તો ચાંદા રૂપે દેખાતું નથી. કારણ કે તેના કોષો લોહીમાં ભળી જાય છે. અમુક કેન્સર વારસાગત પણ જોવા મળે છે. કેન્સર વ્યકિતના પોતાના શરીરમાં જ ઉત્પન થાય છે. અને ઝડપથી પ્રસરે છે. જે ચેપી નથી પુરૂષોમાં જીભ, સ્વર પેટી, શ્ર્વાસ નળી, હોજરી અને મોઢાનું કેન્સર તથા સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખ તેમજ સ્તન કેન્સર વધુ જોવા મળે છે.