આજે વિશ્વ કેન્સર દિવસ
વિશ્વ કેન્સર દિવસે 2022થી 2024 સુધી આગામી ત્રણ વર્ષ તેની વૈશ્ર્વિક અસર ઘટાડવા સૌનો સહિયારો પ્રયાસ જરૂરી: આ વર્ષની થીમ ‘કલોઝ ધ કેર ગેપ’ છે: બ્રેસ્ટ કેન્સરમાં વહેલું નિદાન દર્દીને બચાવી શકે છે
કેન્સર નિયંત્રણ માટે નવી ટેકનોલોજીના પરિક્ષણને સમાજના છેવાડાના માનવી સુધી તેને સવલત મળે તેવા પ્રયાસો થવા જોઇએ: આજનો દિવસ તેની માહિતી અને જાગૃતિ લાવવાનો છે: પ્રતિ વર્ષે 9.6 મિલિયન લોકો કેન્સરથી મૃત્યુ પામે છે
વર્ષોથી જે રોગનું નામ સાંભળતા જ માનવી પર દુ:ખના ડુંગર તૂટી પડતા માનવી તેના નામ સાંભળતા જ અડધો થઇ જતો હતો. વિજ્ઞાન અને મેડીકલ સંશોધનના પગલે નવી ટ્રીટમેન્ટ આવતા દર્દીઓને બચવાના ચાન્સ વધતા ગયા છે. આજે સર્જરી, શેક અને કિમોથેરાપી જેવી ટ્રીટમેન્ટ ઘણા કેન્સરોને કંટ્રોલ કરી શકાયા છે. વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ મોતનું કારણ કેન્સર છે. આર્થિક સ્થિતિ પણ મહત્વનુ: કારણ હોવાથી કેન્સર થતાં 70 ટકા મૃત્યુ ઓછી આવક વાળા દેશોમાં થાય છે. આપણા દેશમાં પ્રતિ વર્ષે 14 લાખ કેસો થાય છે જે 2025 સુધીમાં 1પ લાખે પહોચવાનો એક સર્વે છે.
ભારતમાં તમાકુથી થતાં કેન્સરની ટકાવારી ખુબ જ ઉંચી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પાન, માવા, તમાકુ, ધુમ્રપાનના ચલણને કારણે આપણે ત્યાં જડબાના કેન્સર સાથે ગર્ભાશયના મુખના અને બે્રસ્ટ કેન્સરના કેસો વધુ જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સરના કેસો વધુ જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ કેન્સરના કેસો ઉત્તર-પૂર્વી ક્ષેત્રોમાં જોવા મળ્યા છે. આ સર્વેમાં ફેફસા, મો, પેટ, અન્નનળી જેવા કેન્સર પુરૂષોમાં વધુ જોવા મળે છે. તમાકુને કારણે થતાં કેન્સરની ટકાવારી 27.1 ટકા જેટલી છે. સ્તન કેન્સરનાં કેસો વઘ્યા છે તો સર્વાઇકલ કેન્સરમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રેસ્ટ કેન્સરનાં કેસો હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલુરુ અને દિલ્હીમાં વધુ જોવા મળે છે.
નાના બાળકોની વય જુથમાં 0 થી 14 અને 0 થી 19 વર્ષમાં અનુક્રમે 7.7 ટકા અને 9.9 ટકા જોવા મળ્યું છે. લ્યુકેમિયાએ બન્ને વય જુથમાં કેન્સરનું સૌથી સામાન્ય નિદાન છે. કેન્સરએ રોગોના જુથનું સામાન્ય નામ છે, જેના શરીરના અંદરના કેટલાક કોષો અમુક કારણોસર અનિયંત્રિત બનીને વધે ત્યારે કેન્સર થાય છે. સારવાર ન થવાથી તે આસપાસની સામાન્ય પેશીઓમાં કે શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે, આથી તે ગંભીર, અપંગતતા કે મૃત્યુનું કારણ બને છે.
કેન્સરનાં કારણોમાં તમાકુ, પિઝર્વેટિવ્સ ખોરાકો, વારસાગત કેન્સરો સાથે પર્યાવરણીય ઝેરને કારણે થાય છે. કેન્સરના સામાન્ય લક્ષણોમાં અચાનક વજન ઘટાડો, ભારે થાક, ગાંઠ, ઝાડા-પેશાબમાં અનિયમિતતા, ચામડીમાં ગંભીર ફેરફારો કે તીવ્ર પીડા મુખ્ય છે. ભારતીય મહિલાઓમાં મુખ્યત્વે પાંચ પ્રકારનાં કેન્સરોમાં બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર અને કોલોરેકટલ કેન્સર જોવા મળે છે. કેન્સરને રોકવા લીલા શાકભાજી, ફળો, લીંબુ, બદામ અને આખા અનાજને ભોજનમાં સામેલ કરવા જરુરી છે. મેદસ્વીપણાથી દૂર રહેવું અને હળવી નિયમિત કસરત પણ તેનો બચાવ છે.
વિશ્વ કેન્સર દિવસની ઉજવણી 2008 થી શરુ કરાય હતી અને તેનો ઉદ્દેશ કેન્સરના નિવારણ, વહેલી તપાસ, તેની સારવારની માહિતી અને જાગૃતતા લાવવાનો છે. ર000માં કેન્સરની વર્લ્ડ સમિટમાં વિશ્વભરનાં સંગઠનો એ આજના દિવસ ઉજવવાનું નકકી કયુૃ હતું. કેન્સરને રોકી શકાય છે. જેમાં લગભગ એક તૃતીયાંશ કેસમાં સામાન્ય કેન્સરનું નિવારણ અને સારવાર થઇ શકે છે. આજે પણ વિશ્વના કેન્સર જેવા કેટલાક રોગો છે. જેની સામે વિજ્ઞાન અને ટેકનોલોજીએ હજી સંઘર્ષ કરવાની જરુર છે. કેન્સરની સારવાર લેતા પ્રત્યેક દર્દીએ મનોબળ મજબુત રાખવાની જરુર છે.
સ્વસ્થ લોકોને પણ કેન્સર થઇ શકે છે. આપણી આસપાસનું વાતાવરણ, આહાર-વિહાર, જીવનશૈલી, તણાવ, પ્રદુષણ, ધુમ્રપાન, નશીલા દ્રવ્યોનું સેવન, પારિવારિક હિસ્ટ્રી, કુપોષણ, વ્યવસાય, ચેપ લાગવો, સ્વચ્છતાનો અભાવ જેવા મુખ્ય કારણો છે. કેન્સર થયા પછી તેના દર્દીની માનસિક સ્થિતિ બદલાય જાય છે, પણ હિંમત ન હારીને વાસ્તવિકતા સ્વીકારવાથી પણ ફરક પડતો જોવા મળે છે. કેન્સરની નિદાન પ્રકિ્રયામાં આજે આધુનિક ટેકનોલોજી આવી ગઇ છે. છેલ્લા સ્ટેજના કેન્સરના દર્દીઓ આજે સાજા થયા ના દાખલા જોવા મળે છે. યોગ્ય તપાસ અને સચોટ માર્ગદર્શન સાથે સેક્ધડ ઓપિનિયન ટ્રીટમેન્ટનો મુખ્ય ભાગ છે.
વિશ્વમાં 1933 થી કેન્સર નિયંત્રણ માટે કાર્ય શરુ થયેલ હતું. દર ત્રણ વર્ષની ઝુંબેશના ભાગરુપે 2019 થી 2021 ની થીમમાં ‘હું છું અને હું હોઇશ’ સુત્ર હતુ. હવે આ વર્ષ 2022 થી 2024 સુધી ‘કલોઝ ધ કેર ગેપ’ સુત્રના નેજા હેઠળ જનજાગૃતિ કાર્યક્રમો થશે. ઝુંબેશ શરુ થઇ તે 1933 માં પણ વિશ્વ લેવલે 12.7 મિલિયન દર્દીઓ હતા અને લગભગ દર વર્ષે 7 મિલિયન લોકો કેન્સરથી મૃત્યુ પામતા હતા.કેન્સરનાં ઘણા પ્રકારો છે જેમાં સ્તન કેન્સર, પેટનું કેન્સર, સર્વાઇકલ કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશય, અંડાશય, પ્રોસ્ટેટ, મગજ, યકૃત, હાડકાનું કે ફેફસાનું કેન્સર છે. શરીરનાં જે ભાગમાં થાય તેને તે ભાગના નામથી કેન્સરનું નામ અપાય છે. કેન્સરનું સમયસર નિદાન કરાવી તેની સારવાર કરવાથી દર્દી બચવાના ચાન્સ બહુ જ વધી જાય છે.
કેન્સરના દર્દીઓ માટે સાયબર નાઇફ, ટોમોથેરાપી અને લિજાયર એકસીલેટર જેવા તમામ પ્રકારનાં અદ્યતન સાધનો આજે ઉપલબ્ધ છે. તપાસમાં ડિજીટલ મેમોગ્રાફી, ડીજીટલ એકસ-રે, પેટ સીટી જેવા અત્યાધુનિક મશીનથી રોગનું વહેલું નિદાન શકય બન્યું છે. આ ઉપરાંત મેડીકલ ઓન્કોલોજી વિભાગ દ્વારા કિમોથેરાપી, ટાર્યેટ થેરાપી, ઇમ્યુનો થેરાપી જેવી વિવિધ સારવાર અપાય છે. રેડિએશન થેરાપીના પણ ઘણા સારા રીઝલ્ટ જોવા મળે છે. કેન્સરના દર્દીઓની સચોટ સારવાર માટે સૌના સહિયારા પ્રયાસોની જરુરીયાત છે. કેન્સર મુકત વિશ્વ નિર્માણ માટે સૌનું યોગદાન જરુરી છે.
વિશ્વ કેન્સર દિવસની સાર્થકતા એટલે કેન્સર પર વિજયનો સંકલ્પ કેન્સર એટલે શું ?
માનવ શરીર અનેક કોષોનું બનેલું છે. કોષોના સપ્રમાણ વિભાજનથી બધા અંગોનો વિકાસ થાય છે. કેટલીક આંતરીક ખામી કે બાહય પરિબળોને કારણે કોષોની વૃઘ્ધિ અને વિભાજનની ક્રિયાની લય તૂટી જાય છે. આથી કોષોની કાબુ બહારની વૃઘ્ધિ શરીરમાં ગાંઠ કે ચાંદા સ્વરૂપે દેખાય છે જેને કેન્સર કહેવાય છે.
સ્વસ્થ નાગરિક, સશકત રાષ્ટ્ર
ચાલો આપણે કેન્સર અંગે મહત્તમ જાગરૂકતા ફેલાવીએ અને સૌ સાથે મળીને આ રોગ સામે લડત આપીએ, કેન્સરને હરાવવું છે, હારવું નથી.
કેન્સર એક ખતરનાક બિમારી !!
વિશ્વમાં કેન્સર એક એવી બિમારી છે જેમાં સૌથી વધુ લોકોના મૃત્યુ થયા છે. એક સર્વે મુજબ 40 લાખ લોકો તેના સમય પહેલા એટલે કે 30 થી 60 વર્ષ વચ્ચે મૃત્યુ પામ્યા છે. 2025 સુધીમાં કેન્સરને કારણે થતાં દર વર્ષે મૃત્યુનો આંક 60 લાખે પહોંચી જશે. એક સર્વે સંશોધન મુજબ લીલી ચા પિવાથી કેન્સરનો ખતરો ઘટે છે. તેમાં એન્ટિ ઓકસિડેન્ટ તત્વ હોવાથી ખતરો ટળે છે. આ ચા હ્રદયરોગ અને ડાયાબીટીઝ માટે પણ ઉપયોગી છે. નિયમિત કસરત કરવાથી બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે. વધુ વજને કારણે કેન્સરનો ખતરો વધતો હોવાથી તેને નિયંત્રણમાં રાખવું.
ભારતમાં દર 8 મિનિટે એક સ્ત્રીનું મોત ગર્ભાશયના કેન્સરના કારણો !!
વર્ષ 2020 માં 3.77 લાખ કેન્સરના કેસો માત્ર તમાકુના સેવનના કારણે થયા હતા તો આ વર્ષે નવા 69660 કેસો નોંધાયા હતા. 2025 સુધીમાં દર વર્ષે 80 હજાર કેસો નોંધાવાનો અંદાજ છે. હાલ ભારતમાં દર 8 મિનિટે એક સ્ત્રીનું મોત ગર્ભાશયના કારણે થાય છે. વહેલું નિદાનથી કેન્સરને નાથી શકાય તો બીજા અને ત્રીજા તબકકામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબુમાં લાવી શકાય છે. ભારતના કુલ કેન્સરના દર્દીમાંથી અડધાનો મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરના જોવા મળે છે.