રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરને અમેરિકાની બે કલબનો સહયોગ પ્રાપ્ત થતા કેન્સરની સારવારમાં ઉપયોગી સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ હાઈડોઝ બ્રેકીથેરાપી મશીન સેન્ટર કાર્યરત થશે.
રોટરી કલબ’એ સમગ્ર વિશ્ર્વમાં સેવાના ઉદેશથી કાર્યરત વિશ્ર્વમાન્ય એનજીઓ છે. રોટરી દ્વારા પોલીયો નાબુદી અભિયાન હોય કે પછી લિટરસીને લગતા પ્રોજેકટ હોય તેના સેવા કાર્યોથી આપણે માહિતગાર છીએ ૨૧મી સદીમાં આપણે અનિયમિત રોજીંદા જીવનશૈલીને લીધે અનેક નાના મોટા રોગોને નોતરીએ છીએ તેમાંય ખાસ કરીને કેન્સરની બિમારી સમગ્ર વિશ્ર્વમાં અજગર ભરડો લઈ રહી છે. ત્યારે કેન્સરનાં દર્દીઓ માટેની જરૂરી સારવારોને ધ્યાનમાં લઈ રોટરી કલબ અવિરત કાર્યો કરે છે.
રાજકોટની જાણીતી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ભૂતકાળમાં બી.ટી.સવાણી કીડની હોસ્પિટલમાં ૧૫ ડાયાલીસીસ મશીનની સગવડતા કરી આપવામાં આવેલ હતી આ વર્ષે રોટરી ગ્રેટરનાં પ્રયત્નથી રાજકોટ કેન્સર સોસાયટી સંચાલીત કેન્સર હોસ્પિટલની જ‚રીયાતને ધ્યાને લઈને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કેન્સર સારવારમાં ઉપવોગી હાઈડોઝ બ્રેકથેરાપી મશીન આપવા માટે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરને અમેરિકાની બે રોટરી કલબ રોટરી કલબ ઓફ કેરી કિલ્ડેરી અને રોટરી કલબ ઓફ બરગન હાઈલેન્ડ રામસે અને રોટરી ઈન્ટરનેશનલનો સહયોગ પ્રાપ્ત થતા આ પ્રોજેકટ માટે રોટરી ઈન્ટરનેશનલ ગ્લોબલ ગ્રાન્ટ મળતા હાઈડોઝ બ્રેકીથેરાપી મશીન રવિવાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટ કેન્સર હોસ્પિટલમાં કાર્યરત થશે. આ પ્રસંગે પાસ્ટ ડીસ્ટ્રીક ગવર્નર ૨૦૧૫-૧૬ રોટેરિયન પરાગ શેઠ ખાસ ઉપસ્થિત રહેશે.
અબતક મીડીયા હાઉસની મુલાકાતે આવેલા રોટરી કલબના સભ્યોએ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે રાજકોટ કેન્સર સોસાયટી દિન પ્રતિદિન રાજકોટ કેન્સર હોસ્પિટલને વધુમાં વધુ સગવડતા ઉપલબ્ધ કરાવી રહી છે. કેન્સરની દરેક પ્રકારની સારવાર જેવી કે ઓપરેશન, રેડીએશન અન્ય મેડીસીન સારવાર અને કેમોરાપી આ હોસ્પિટઠલમાં ઉપલબ્ધ છે. આ હોસ્પિટલ ખાતે વાર્ષિક ૬૦૦૦ દર્દી નોંધાય છે. જેમાંથી ૧૦૦૦થી વધુ ઓપરેશન અને ૧૭૦૦થી વધુ દર્દીઓને રેડીએશનની સારવાર મળે છે. ૨૦૦૦થી વધુ દર્દી કેમોથેરાપીની સારવાર મેળવે છે.
રાજકોટ કેન્સર હોસ્પિટલ પાસે અત્યાર સુધી માનવ સંચાલીત લો-ડીઝ બ્રેકીથેરાપી મશીન હતુ જે હળવા ડોઝને લીધે ૧૬ થી ૨૦ કલાક એક દર્દીની સારવાર માટે સમય લાગતો હતો. નવું હાઈડોઝ બેકી થેરાપી મશીન આવતા દર્દીની સારવાર માટે એક બેઠક માટે ફકત ૧૫ મીનીટ લાગશે અને ટેકનોલોજીનો લાભ મળતા ચોકસાઈ ભરી ઝડપી સારવાર ઉપલબ્ધ થશે.
આ નવી આધુનિક સારવાર માટે દર્દીઓને રાજકોટ બહાર મુંબઈ જેવા સેન્ટરમાં જવું પડતું હતુ એક ડોઝ માટે દર્દીએ લગભગ ૨૦ થી ૨૫ હજારનો ખર્ચ અને આખા દિવસનો સમય લાગતો હતો અધતન બ્રેકીથેરાપી મશીન શરૂ થતા રાજકોટ કેન્સર હોસ્પિટલમાં આ સારવાર કિફાયતી ભાવે સૌરાષ્ટ્રના લોકોને પ્રાપ્ત થશે.
રોટરી ગ્લોબલ ગ્રાન્ટ દ્વારા બનેલ ૧ કરોડ ૫૦ લાખથી વધુ કિંમતનું હાઈડોઝ બ્રેકીથેરાપી સેન્ટર કાર્યરત થાય તે માટે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરનાં પાસ્ટ પ્રેસી, સરજુ પટેલ ગ્લોબલ ગ્રાન્ટ ચેર પાસ્ટ પ્રેસી ડો. કેતન બાવીસી, ઈમીડીએટ પાસ્ટ પ્રેસી, ભાવેશ વેગડા, રોટેરીયન યશ રાઠોડ, પાસ્ટ પ્રેસી, અમિત રાજા, પાસ્ટ પ્રેસી, દીપેન પટેલ રોટેરીયન મેહુલ નથવાણી પાસ્ટ પ્રેસી દર્શન લાખાણી રોટેરીયન હિરેન ખખર, પ્રેસીડેન્ટ દીપક કોઠારી અને માનદ સેક્રેટરી પૂર્વેશ કોટેચા જહેમત ઉઠાવી રહ્યા છે.