એન્કોલોજીસ્ટ સર્જન ડો. એચ.કે.ડોબરીયા, એન્કોલોજીસ્ટ ફિઝિશ્યન ડો. અલ્પેશ કીકાણી, ઈ.એન.ટી.સર્જન ડો. હિમાંશુ ઠકકર, યુરોલોજિસ્ટ ડો.સુશીલ કારિયા, જનરલ સર્જન ડો. વિરલ વસાવડા સેવાઓ આપશે
શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા 25 મી સપ્ટેમ્બર એ સૌરાષ્ટ્ર – કચ્છ ની જનતા માટે કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ તેમજ અવેરનેસ પ્રોગ્રામ યોજાશે. ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાક્ાતે આવેલા અભય શાહ અને ડો. હેમંતકુમાર વાર્ષનેયએ વિશેષ વિગતો આપી હતી.
સમગ્ર સૌરાષ્ટ્ર ની એક માત્ર સુપર મલ્ટીસ્પેશ્યાલીટી સુવિધા ધરાવતી હોસ્પિટલ જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલમાં તા . 25 મી સપ્ટેમ્બરે , રવિવારે સવારે 9 થી 1 સૌરાષ્ટ્ર – કચ્છની જનતા માટે કેન્સર ની બીમારી ના નિદાન માટે ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે . રાજકોટ નિષ્ણાંત તબીબો ઓન્કોલોજીસ્ટ સર્જન ડો . એચ કે ડોબરીયા , ઓન્કોલોજીસ્ટ ફિઝીશ્યન , ડો . અલ્પેશ કિકાણી , ઈ . એન . ટી . સર્જન ડો . હિમાંશુ ઠક્કર , યુરોલોજિસ્ટ ડો . સુશીલ કારિયા , જનરલ સર્જન ડો . વિરલ વસાવડા સેવા આપશે.
આ કેમ્પમાં સૌરાષ્ટ્રના જાણીતા ઓન્કોલોજિસ્ટ સર્જન તરીકે સેવા આપનાર અને 35 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડો . એચ . કે . ડોબરીયા ટેસ્ટિકલ , ગોળી / ઇન્દ્રિય પર સોજો હોય , ગાંઠ કે ચાંદુ હોય , ગળામાં ગાંઠ હોવી , બ્રેસ્ટ માં ગાંઠ કે ચાંદુ હોવું , માસિક સિવાયના દિવસોમાં યોની માર્ગ માં લોહી પડવું , હરસ સિવાયનું ઝાળામાં લોહી પડવું , પેશાબમાં લોહી પડવું , પગ – હાથ કે શરીર પર લાંબા વખત થી ગાંઠ હોય જે ઝડપથી વધવી , મોલ કે તલ એક દમ વધી જવું વગેરે જેવી બીમારી નું નિદાન કરશે.
ઓન્કોલોજીસ્ટ (ફેઝીશ્યન તરીકે સેવા આપનાર અને 10 વર્ષ નો અનુભવ ધરાવતા ડો . અલ્પેશ કિકાણી બાળકો થી લઇને કોઇ પણ મોટી ઉંમરના લોકો ને લોહીના કે કેન્સરના તમામ પ્રકારની બીમારી નું નિદાન કરશે. ઈ.એન. ટી . સર્જન તરીકે સેવા આપનર અને 21 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડો . હિંમાશુ ઠક્કર મીઢુૂ ઓછું ખુલતું હોય કે મોઢામાં પડેલી ચાંદી માં રૂઝ ન આવતી હોય , ઘોઘરો અવાજ તથા સ્વર પેટીના કેન્સર આવતો હોય , ખોરાક ગળવામાં તકલીફ થતી હોય , લાંબા સમય થી ન મટતી ઉધરસ અને કફ તેમજ કફમાં લોહી આવતું હોય , જીભ તથા ગલોફાં માં પડેલી ચાંદી કે જેમાં લાંબા સમય થી રૂઝ ન આવતી તથા મો તથા જડબાના કેન્સર હોય , થાઇરોડ અને લાળ ગ્રંથી ના કેન્સર વગેરે જેવી બીમારીનું નિદાન કરશે.
યુરોલોજિસ્ટ તરીકે સેવા આપનાર અને 40 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડો . સુશીલ કારિયા પેશાબ માં લોહી આવતું હોય , બળતરા થતી હોય , દુખાવો થતો હોય , અથવા દુખાવા વગર લોહી આવતું હોય , કમરનો દુખાવો , વિશેષ માં કિડની તથા પેશાબની કોથળીના કેન્સરના લક્ષણો નો ખ્યાલના આવે પણ ફક્ત સોનોગ્રાફી કરવામાં ખબર પડે જેવી સમસ્યા નું નિદાન કરશે.
32 વર્ષ નો બહોળો અનુભવ ધરાવતા સૌરાષ્ટ્ર ના જાણીતા ખ્યાતનામ જનરલ સર્જન ડો . વિરલ વસાવડા પેટના રોગો , સારણ ગાંઠ , એપેન્ડિક્સ , હરસ – મસા , ભગંદર જેવી બિમારી નું નિદાન કરશે.
આ કેમ્પ સૌરાષ્ટ્ર – કચ્છ ની જનતા માટે ફાયદારૂપ છે જ પણ સાથે સાથે ભારત સરકારની આયુષ્માન કાર્ડ યોજના ના કાર્ડ ધારકો માટે પણ અમૂલ્ય તક છે . જેમાં ખાસ કરી ને આયુષ્માન કાર્ડ હેઠળ કેન્સર સહીત અન્ય બીમારી જેવી કે ડાયાલીસીસ , યુરોલોજિસ્ટ , જોઈન્ટ રીપેલસમેન્ટ, કાર્ડિયો – વાસ્ક્યુલર થોરેસિક સર્જરી , કાર્ડિયોલોજી જેવી બીમારી ની સારવાર પણ આયુષ્માન કાર્ડ કરવામાં આવે છે . તેમજ ઈન્સ્યુરન્સ ધારકો માટે પણ તમામ પ્રકારની બીમારી સારવાર કરવામાં આવે છે . ઉપરાંત તમામ લોકો માટે હોલ બોડી ચેક અપ ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ કેમ્પ આગામી તા . 25 મી સપ્ટેમ્બરે , રવિવારે સવારે 9 થી 1 રાખવામાં આવ્યો છે. આ સાથે કેન્સર બાબતે મન માં મુંઝવતા પ્રશ્ન માટે અવેરનેસ પ્રોગ્રામ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં આગાઉ થી ફોન દ્વારા કે રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે . કેમ્પ માં નામ નોંધાવવા માટે જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ , પંચવટી મેઈન રોડ, નાથજી ટાવર પાછળ , અમીન માર્ગ, રાજકોટ 2, મો . 78746 9000 પર સંપર્ક સાધવા જણાવાયું છે.