‘કેન્સર’હવે કાયમી માટે ‘કેન્સલ’
ર૧મી સદીના વિશ્વમાં અત્યારે યમદુત બની ગયેલા કેન્સરના ભોગથી વિશ્વમાં વર્ષે લાખો માનવીઓના મૃત્યુ થાય છે. કેન્સર એટલે કેન્સરની માન્યતા ઘર કરી ગઇ છે. મોટાભાગે કેન્સર ડિટેકટ થયા પછી દર્દીનું નિશ્ચિત મૃત્યું મનાય છે. ત્યારે ર૧મી સદીની આ મહામારી પર સંપૂર્ણ વિજય મળી ગયો હોય તેમ ઇઝયરાયેલની એક કંપનીએ કેન્સરની ૧૦૦ ટકા સારવારનો દાવો કરી, ૨૦૨૦ સુધીમાં આ જીવલેણ બિમારી પાસેથી મૃત્યુની સનંદ પાછી ખેંચી લેવાની હામ ભીડી છે.
વિશ્વમાં અત્યારે મોતના વાવાઝોડાની જેમ ફેલાયી રહેલા કેન્સરને ૧૦૦ ટકા નાથવાની દવા શોઘ્યાનો ઇઝરેયલની બાયોટેક કંપનીએ દાવો કરી ૨૦૨૦ સુધીમાં કેન્સરને નાબૂદ ને દર્દીને પૂર્ણ સાજો કરવાના સફળ ઇલાજનો દાવો કર્યો છે.
વિશ્ર્વમાં અત્યારે કેન્સરની અનેક પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. સતત સંશોધનો થાય છે પરંતુ કોઇપણ ઇલાજ દર્દીના દર્દનેુ ૧૦૦ ટકા મટાડવાના વચન આપી શકતું નથી. ત્યારે ઇઝરાયેલની એસલેરેટેડ એવોલ્યુશન બાયોટેકનોલોજીસ્ટ લીમીટેડ (AEBI) વર્ષ ૨૦૦૦ થી કેન્સરની સફળ દવાનું સંશોધન કરી રહી છે. તેણે વેજમત ટેકનોલોજી ઇન્કયુલેટર પઘ્ધતિથી કેન્સરનો ૧૦૦ટકા ઇલાજ માટે દવા શોધાઇ ગઇ હોવાનો દાવો કર્યો છે.
એ.બી. ના ચેરમેન એ માઘ્યમોને પ્રથમ વખતે આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તમામ પ્રકારના કેન્સરની થોડા દિવસોની સારવારથી સંપૂર્ણ પણે કાબુમાં લાવી શકાય તેવી દવાનું આવિષ્કાર થઇ ચુકયું છે.
કેન્સરની આ સફળ સારવારનો ઇલાજનો દાવો કરનાર આ કંપનીએ પોતાની ઉપલબ્ધીઓ વિષે જણાવ્યું હતું કે અમારી દવા અને સારવાર ગણતરીના અઠવાડીયાઓમાં જ કેન્સરને નાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે આ ઇલાજથી કોઇ સાઇડ ઇફેકટ થતી નથી. વળી કંપનીઓ પોતાની સારવાર અને ઇલાજ અત્યારે આપવામાં આવતી સારવાર કરતા ખુબ જ કિફાયતી અને અસરકાર હોવાનો દાવો કર્યો છે.
મલ્ટિટારગેટ ટોકસીન મોટાયો પઘ્ધતિથી કેન્સરનો ઇલાજ શકય બન્યો છે. ડો. ઇયાન મુરાદે જણાવ્યું છે કે, કંપની એ વર્ષો સુધી ઇ વાતનું સંશોધન કર્યુ છે કે કેન્સર ઉપર દવાઓ અને ઇલાજની અસર શા માટે થતી નથી?
અત્યારે કેન્સરની મોટાભાગની દવાઓ કેન્સરના કોષ, કેન્સર સેલ પર પ્રહાર કરે છે. પરંતુ કેન્સર સેલના ઉત્૫ાદન ની ત્રણ વિવિધ શકયતાોઅ ઉપર ઘ્યાન દેવાતું નથી. કંપનીએ કેન્સરના કોષો નહિ પરંતુ કેન્સરના કોષોનું સર્જન કરનારા પરિબળો સામે ઇલાજ શોઘ્યો છે.
અત્યારે કેન્સરના વધી રહેલા દર્દીઓને માત્ર કેન્સરના બગડી ગયેલા કોષોનો છે. તેનાથી દર્દીઓને હંગામી રાહત થાય છે. પરંતુ ક્ષતિવાળા કોષના સર્જનની પ્રક્રિયા બંધ થતી નથી એટલે અત્યારે હયાત સારવારમાં કેન્સર સાવ મટી જાય તેવી શકયતા ઓછી છે. જયારે ઇઝરાયેલની આ કંપનીએ કેન્સરની બિમારી ઉત્પન્ન કરતા કોષની સમસ્યાનો ઇલાજ શોઘ્યો હોવાનો દાવો કર્યો છે.
કંપનીએ કેન્સરના નવા ઇલાજના પ્રયોગો ઉંદર ઉપર સફળતાથી કર્યો છે. હવે દવાથી માનવીઓ ઉપર આ નવા સંશોધનની અસર તપાસવાનું શરુ થશે. અને ૨૦૨૦ સુધીમાં વિશ્ર્વભરમાં અત્યારે ઝડપથી ફેલાઇ રહેલા અને દર વર્ષે ર કરોડ દર્દીઓમાં ફેલાતા કેન્સરને સંપૂર્ણ પણે નાથી શકાશે.
ઇઝરાયેલી કંપનીના કેન્સરના ઇલાજમાં આ દવાઓ કેન્સરથી સપડાયેલા દર્દીઓ અને તેમના સ્વજનોમાં એક મોટી આશા જગાવી છે. ૨૦૨૦ સુધીમાં કેન્સર સંપૂર્ણ પણે કાબૂમાં આવી જશે. તેવી આશાઓ ઊભી થઇ છે.