- વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા 115 દેશોના સર્વેમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજના ભાગરૂપે કેન્સરની સંભાળ-સેવામાં નાણા ફાળવણી ઓછી: 2022માં અંદાજે બે કરોડ નવા કેસો સાથે 90 લાખથી વધુ મૃત્યુ થયા હતા
- કેન્સર નિદાન પછી પાંચ વર્ષની અંદર જીવતાં લોકોની અંદાજીત સંખ્યા પાંચ કરોડની હતી: લગભગ દર પાંચમાંથી એક વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન કેન્સર વિકસલે: 9માંથી 1 પુરૂષ અને 12માંથી 1 સ્ત્રી આ રોગથી મૃત્યુ પામે છે: વિશ્વના માત્ર 79 ,ટકા સહભાગી દેશોએ કેન્સર મેનેજમેન્ટની મૂળભૂત બાબતોને આવરી છે
આ ચાલુ માસ વિશ્વભરમાં કેન્સર દિવસ, કેન્સર જાગૃત્તિ મહિનો કે સપ્તાહ તરીકે ઉજવાય છે. અસાધ્ય કેન્સર હવે ધીમેધીમે કંટ્રોલમાં આવી રહ્યું છે, ત્યારે નવા કેસો અને મૃત્યુના લગભગ બે તૃતીયાંશ જેટલા કેન્સરના કેસો જોવા મળે છે. એક આંકડાકીય સર્વેમાં 185 દેશો પૈકી માત્ર 36 દેશોમાં તેની સેવા મેનેજમેન્ટને આવરી લેવાય છે. અત્યારે વૈશ્વિક સ્તરે કેન્સર જાગૃત્તિ માટેના વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. સેવાઓની વધતી જતી જરૂરિયાતો વચ્ચે વૈશ્વિક સ્તરે કેન્સરનું ભારણ વધી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના 2024ના ગ્લોબલ રીપોર્ટમાં જણાવાયું છે કે દુનિયાના 115 દેશોમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજના ભાગરૂપે કેન્સરની સેવા-સંભાળમાં પુરતા નાણાં ફાળવતા નથી. 2022માં અંદાજે બે કરોડ નવા કેસો સાથે 90 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
કેન્સરના મુખ્ય ત્રણ પ્રકારોમાં ફેફ્સા, સ્તન અને કોલોરેકટલ કેન્સરનો સમાવેશ થાય છે. નવા શોધ-સંશોધનોને કારણે કેન્સર નિદાન થયા બાદ પાંચ વર્ષની ટ્રીટમેન્ટ સારવાર સાથે ચાલુ હોય તેવા દર્દીઓની સંખ્યા પાંચ કરોડથી વધુ છે. ફેફ્સાનું કેન્સરએ વિશ્વમાં સૌથી વધુ જોવા મળે છે, જેનો નવા કેસોમાં 12 ટકાથી વધુ હિસ્સો છે. બીજા ક્રમે સ્ત્રીના સ્તન કેન્સર છે, જેનો રેટ 11.6 ટકા છે. કોલોરેકટલ કેન્સરનો રેટ 1.9 ટકા છે. આ સિવાય પ્રોસ્ટેટ અને પેટના કેન્સરનો ક્રમ આવે છે. ફેક્સાનું કેન્સર કેન્સર મૃત્યુંનું મુખ્ય કારણ હતું. એશિયાના દેશોમાં સતત તમાકુંના ઉપયોગથી કેસો વધી રહ્યા છે. સર્વાઇકલ કેન્સરની રસી આવતા હવે આની સાથે ઘણા કેન્સરને અંકુશમાં લેવાનો માર્ગ મળશે.
હ્યુમન ડેવલમેન્ટ ઇન્ડેક્સ (ઇંઉઈં)ના સર્વે મુજબ વૈશ્વિક સ્તરે માનવ વિકાસના બોજમાં કેન્સર નોંધપાત્ર અસમાનતા દર્શાવે છે, ખાસ કરીને સ્તન કેન્સર માટે જેમાં 12 પૈકી 1 મહિલાને તેના જીવનકાળ દરમ્યાન સ્તન કેન્સર હોવાનું નિદાન થશે. દર 71 મહિલા પૈકી 1 મહિલા તેનાથી મૃત્યુ પામે છે. હાલ 27 પૈકી એક મહિલાનું નિદાન અને 48 પૈકી એક મહિલા તેનાથી મૃત્યું પામે છે. ફેફ્સાના કેન્સર સંબંધિત સેવાઓને નીચી આવક ધરાવતા દેશ કરતાં ઉચ્ચ આવક ધરાવતા દેશોની સમાવેશ થવાની શક્યતા 4 થી 7 ગણી વધારે હતી. કોઇપણ સેવા માટે સૌથી વધુ અસમાનતા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનની હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થાનું નવું સર્વેક્ષણ સમગ્ર વિશ્વમાં કેન્સર માટે મોટી અસમાનતા અને નાણાકીય સુરક્ષા અભાવ પર પ્રકાશ પાડે છે. હાલ કેન્સરની સંભાળને પ્રોત્સાહન આપવા માટે, નીતીઓ વિકસાવવા, નાણાં આપવા અને અમલમાં મુકવા 75થી વધુ દેશો સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય રીતે કામ કરી રહી છે. 2050 સુધીમાં કેન્સરનો બોજ ખૂબ જ વધી જશે. એક આગાહી મુજબ 2050માં સાડા ત્રણ કરોડ નવા કેસો જોવા મળશે. જે 77 ટકાનો વધારો જણાવે છે. ઝડપથી વધતો વૈશ્વિક કેન્સરનો બોજ વસ્તી વૃધ્ધત્વ અને વૃધ્ધિ બંનેને પ્રતિબિંબત કરે છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાં લાખો લોકો કેન્સરનું નિદાન કરાવે છે અને લાખો લોકો કેન્સરથી મૃત્યું પામે છે. આમ છતાં કેન્સરના વિવિધ સ્વરૂપોનો ઇલાજ હજું પણ ચાલી રહ્યો છે.
આજના યુગમાં વિશ્વનું સૌથી મોટું પરિબળએ છે કે કેન્સરને અટકાવવા શું પગલા લેવા જોઇએ કે વહેલું નિદાન શોધી શકાય માટે કેવા પગલા ભરવાનો છે. આ વર્ષની થીમ પણ ‘ક્લોઝ ધ કેર ગેપ’ છે. જેમાં ટ્રીટમેન્ટની અસમાનતા દૂર કરવાની વાત છે. કેન્સર પ્રિવેન્સન એક્શન વીકની શરૂઆત કેન્સર રીસર્ચ ફંડ દ્વારા કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્યાન લોકો પોતે અને તેમના પરિવારોને કેન્સરથી કેવી રીતે બચાવી શકે તેવો હેતું છે. કેન્સર વિશે જાગૃત્તિ લાવવા જ આ ઉજવણી શરૂ થઇ હતી. કેન્સરની શક્યતા રહે તેવી ટેવો સુધારીને નવી ટેવોને નવી આશા સાથે કેન્સર જાગૃત્તિ સપ્તાહમાં બધા જોડાય તે જરૂરી છે.
શિક્ષણના અભાવને કારણે આપણી ઘણી આદતો કે જીવનશૈલીની પસંદગીઓ અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની ટેવો તમને કેન્સર તરફ દોરી જાય છે, માટે સૌ એ હવે સાવચેતી રાખવી જ પડશે. નિષ્ણાંતો સુચવે છે કે 40 ટકા જેટલા કેન્સર અટકાવી શકાય છે, ત્યારે આ સપ્તાહ ઉજવણી દરમ્યાન લોકોને જાગૃત્ત કરવા જરૂરી છે. આંતરડાના કેન્સરને રોકવા વ્યક્તિએ જાગૃત્ત થઇને ખોરાકની આદતો બદલવાની જરૂર છે. પોષણયુક્ત આહાર તમારૂં જોખમ ઘટાડી દે છે. કેટલાક અલગ-અલગ કેન્સર નિષ્કિયતા સાથે જોડાયેલા છે. જેમાં કોલોન કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશય કે એન્ડ્રોમેટાયલ કેન્સરનો સમાવેશ થાય છે. દિવસ દરમ્યાન નાની-મોટી કસરત, ચાલવાનું. આનંદદાયક પ્રવૃત્તિ કરવી જરૂરી છે.
કેન્સરમાં જેટલું વહેલું નિદાન થાય તેટલો બચવાનો ચાન્સ વધી જતો હોવાથી મેમોગ્રામ, કેન્સર સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવો હિતાવહ છે. હિપેટાઇટિસ બી અને સી કે માનવ પેપિલોમા વાયરસ સહિતના કેટલાક ચેપના પરિણામે પણ કેન્સર વિકસી શકે છે, માટે તે રોગોનું રસીકરણ કરવું જરૂરી છે. કેન્સર એ માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જ વિનાશક નથી, પણ પરિવારો અને સમાજ માટે પણ એક નોંધપાત્ર પડકાર છે. સ્તન કેન્સર માટે મેમોગ્રાફી, કોલોરેકટલ કેન્સર માટે કોલોનોસ્કોપી અને પાપાનીકોલાઉ (પેપ) સ્મીયર (ગર્ભાશયનું કેન્સર) આ સૌથી સામાન્ય અને અસરકારક સ્ક્રીનીંગ ટેસ્ટ છે. કેન્સર સામેની વૈશ્વિક લડતમાં આપણે સૌએ જીવનશૈલીમાં ફેરફાર કરી, ટેસ્ટથી માહિતગાર થઇ બધાના તંદુરસ્ત ભવિષ્ય બનાવવા માટે એકબીજાને ટેકો આપવો જરૂરી છે.
વહેલું નિદાન 50 ટકા જેટલા કેન્સરને રોકી શકે
વૈશ્વિક સ્તરે ફેફ્સાના કેન્સરથી મૃત્યુ વધુ જોવા મળે છે ત્યારે વહેલું નિદાન કરવાથી 50 ટકા જેટલા કેન્સરને રોકી શકાય છે. કેન્સરથી બચવા ધુમ્રપાન અને તમાકુના સેવનથી દૂર રહેવું. ઉચ્ચ કેલરીવાળા કે પ્રોસેસ્ડ ખોરાકનો વપરાશ બંધ કરવો કે ઘટાડવો, વધુ ફળો, શાકભાજી ખાઓ. નિયમિત શારીરીક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો. કેન્સરને રોકવા આ પગલા સૌથી અસરકારક છે. પ્રારંભિક તબક્કે કેન્સર શોધી શકાય તો તેની સારવારથી કેન્સરને ઘણીવાર સંપૂર્ણ મટાડી શકાય છે.