ચકચારી પ્રકરણમાં સિટી-1 પ્રાંત કે.જી. ચૌધરીનો મોટો ચુકાદો
કલેકટરના હુકમનું ખોટું અર્થઘટન કરીને જમીનનો સત્તા પ્રકાર ખાનગી કરાવ્યો હતો, મામલો પ્રાંતના અપીલ બોર્ડના પહોંચતા પ્રાંતે બન્ને પક્ષોને સાંભળી જમીનનો સત્તા પ્રકાર ફરી નિયંત્રિત ઠેરવતો હુકમ કર્યો
કુલ 49,720 ચો.મી. જમીનનો સત્તા પ્રકાર સી(ખાનગી) વાળી નોંધ નંબર 5,990 રદ કરી મુળ સ્થિતી અને મુળ શરતો સાથે રેકર્ડમાં લઇ જવા પ્રાંતનો આદેશ
રાજકોટના ચકચારી એવા વિરાણી હાઈસ્કૂલની જમીનના પ્રકરણમાં સિટી-1 પ્રાંત કે.જી. ચૌધરીએ મોટો ચુકાદો આપ્યો છે. જેમાં પ્રાંત અધિકારીએ કુલ 49,720 ચો.મી. જમીનનો સત્તા પ્રકાર સી(ખાનગી) વાળી નોંધ નંબર 5,990 2દ કરી મુળ સ્થિતી અને મુળ શરતો સાથે રેકર્ડમાં લઇ જવા આદેશ કર્યો છે એટલે કે સરળ ભાષામાં કહીએ તો વિરાણી ટ્રસ્ટની જમીનનો સતાપ્રકાર ખાનગી દર્શાવતી નોંધ રદ કરવાનો હુકમ કર્યો છે.
આ અંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોતમ પીપરિયાએ જણાવ્યું કે જે તે સમયે તેઓએ કલેકટર કચેરીને વિગતવાર વાંધાઓ રજૂ કરી વિરાણી હાઇસ્કુલ વાળી જમીન ચો.વા. 49,760 એટલે કે પૂરેપૂરી જમીન તા.20/12/1951 ની સનદ નં.1 નમુનો એન થી નકકી કરેલ શરતો સાથે અપાયેલ જમીન છે, આ સનંદમા પાયાની શરત એ છે કે સદરપુ જમીન વિાણી હાઇસ્કૂલ કરવા માટે આપવામાં આવી છે. આ જમીનનો કોઈ ભાગ માટે આપી શકાશે નહી તેમજ કોઇ નો મેળવી શકાશે નહી તેવી સ્પષ્ટ શરતો સાથે આપવામાં આવેલ છે તેટલું જ નહી આ જમીન વિરાણી હાઇસ્કુલના સંશિક હેતુ માટે આપડાય ક્લેક્ટરની લેખિત પરવાનગી મેળવ્યા સિવાય આ જમીન કે તેનો કોઈ ભાગ શૈક્ષણિક કાર્ય સિવાય અન્ય હેતુ માટે વાપરવાની મનાઇ કરવામાં આવી છે.
વિરાણીની જમીનના પાપાના ટાઇટલમા રહેલ સનની શરતો સ્પષ્ટ છે અને તે મુજબ ટ્રસ્ટ આ જમીન કોઇપણ પ્રકારે ભાડે આપીને કે નફો મેળવવાને લગતા કોઇ વ્યવહાર કરવા હકકદાર થતા નથી. એટલુ જ નહી શૈક્ષણિક હેતુ સિવાય અન્ય ઉપયોગ પણ સંસ્થા કરી શકતી નથી. આવી આગત્ત્વની શરતો રેકર્ડ પર હોવા છતા શરતોનું ઉલ્લંઘન કરીને સંસ્થા દ્વારા એટલે કે વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા જમીન વેચવાની ટ્રસ્ટ એકટની કલમ-36 હેઠળની બદઇરાદા સાથે કાળવાળી કરવામાં આવતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠવા હતા. પાયાથી જ ગેરકાયદેસર હોય સરકારના હીતને બદઇરાદા સાથે તથા જાહેર સમાજના વિધાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિથી વંચીત રાખવાની ગંભીર ગેરરીતી સાથેની કાર્યવાહી વિરાણી ટ્રસ્ટ દ્વારા થઇ રહી છે તેને અટકાવવા માટે વિરાણી અરજી કરેલ હતી.
ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરૂષોત્તમ પીપરીયાએ વાંધાઓમાં વિશેષ વિવરણ કરતા જણાવે છે કે મુળ ખાતેદાર વાલજી સોમજી પાસેની સઘળી જમીન એકર 46.20 ગુઠા પૈકી 40.24 ગુઠા જમીન સરકારે સંપાદન ધારા તળે સંપાદન કરીને સોમજી જીવાને નિયમ મુજબ વળતર ચૂકવી આપેલ છે. શેષ વધતી જમીન એકર 5.26 ગુઠા વાલજી સોમજીએ બિન-ખેતી માટે પરવાનગી માંગતા માપણી ખાતા પાસે માપણી કરાવતા ખાતેદાર પાસે એકર 5.26 ગુઠા સ્થળ ઉપર ઉપલબ્ધ જણાયેલ નહી પરંતુ માત્ર એકર 3.03 ગુઠા જમીન બિનખેતીની પરવાનગી આપવામા આવેલ જે જમીન રેલવે પાટાથી આપમણી તરફની બાજુએ છે તેવા વાંધા જે તે સમયે લીધેલ
હકીકતમાં રજીસ્ટ્રેશન એક્ટ મુજબ સ્થાવર મિલ્કત અંગેનો રૂમ. 100- ઉપરનો કોઇપણ દસ્તાવેજ ફરજીયાત રજીસ્ટ્રેશનને પાત્ર હોવા છતા ભ્રામક વાઉચરને દસ્તાવેજ તરીકે ખપાવી રૂપીયા 800 કરોડની સરકારે ફાળવેલ જમીનને માલિકી જમીન ઠેરવવાના ગુનાઇત પ્રયાસો આચરવામા આવેલ હોવાથી ટ્રસ્ટની મિલ્કત વેચવાના તજજ્ઞ શ્રેયાંસ વિયાણી તથા જયંત દેસાઇ સાથે પ્રિવેનશન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ તથા ફોજદારી ધારાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી સમાજમા દાખલારૂપ કિસ્સો બને તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સક્ષમ સત્તાઘીશો સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ ભૂતપૂર્વ વિધાર્થીઓએ જણાવેલ હતું.
પ્રાંત અધિકારી રાજકોટના તા. 18/03/2023 ના રોજ જાહેર કર્યો ચુકાદાના તારણ અનુસાર સવાલવાળી જમીન કલેક્ટર મધ્ય સૌરાષ્ટ્ર દ્વારા વિરાણી હાઈસ્કુલને ફાળવવામાં આવેલ છે. જે જમીન અંગે ખેતી સીવાયના ખેતી વગરના કામ માટે ઉપયોગમાં લીધેલી જેનો આકાર 48 મી કલમની રૂ એ બદલ્યો હોય ત્યારે આપવાની સનદ ઇસ્યુ કરવામાં આવેલ છે. (નમૂનો-એન) (કાનુન 87-બી) સદરહું સંદર્ભો સવાલ વાળી જમીનનું કુલ ક્ષેત્રફળ 49720 ચો.વા. અને સ.નં 417 દર્શાવેલ છે. આ સનદના શેરામાં આ જમીનનો કોઇપણ ભાગ ભાડે આપી શકાશે નહી તેમજ નફો મેળવી શકાશે નહી” તે મુજબનો ઉલ્લેખ થયેલ છે. આ
સી.સ.કચેરી દ્વારા સવાલ વાળી જમીન અંગે મિલ્કત કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે જે મિલ્કત કાર્ડમાં સવાલ વાળી જમીનનો સી.સ.નં.250 ક્ષેત્રફળ ચો.મી. 41523-36 અને સતાપ્રકાર -સી દર્શાવેલ છે અને જમીનના ધારણકર્તા તરીકે શામજી વેજ વિરાણી ટ્રસ્ટને દર્શાવેલ છે. આમ કલેકટર મધ્ય સૌરાષ્ટ્ર દ્વારા સદરમાં જમીન અંગે ઇસ્યુ કરેલ સનદમાં દર્શાવેલ ક્ષેત્રફળ તથા સી.સ.ના મિલ્કત કાર્ડમાં દર્શાવેલ ક્ષેત્રફળ લગભગ સમાન હોય તેમ રેકર્ડથી જણાય છે. આ સી.સ.નં.2050 ની જમીન કલેક્ટર મધ્ય સૌરાષ્ટ્ર વિરાણી ઇસ્કુલ ટ્રસ્ટને આપેલ જમીન હોવાનું જણાય છે.
સવાલ વાળી જમીનમાં સી.સ.કચેરી દ્વારા સી.સ.નં.2050 ની જમીનમાં કોઇ સક્ષમ સતાધિકારીની યોગ્ય મંજુરી સીવાય વિભાગ માપણી કરીને અલગ અલગ મિલ્કત કાર્ડ ઇસ્યુ કરેલ છે. જે પ્રથમ દર્શનીય રીતે ક્ષતિયુકત હોવાનું જણાય છે. આ વિગતો જોતા આ કેસમાં પ્રાંત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
હુકમમાં જણાવ્યા અનુસાર રાજકોટ શહેરના રે.સ.નં.427 સી.સ.વોર્ડ નં.15 સી.સ.નં.2650 માં દાખલ કરવામાં આવેલ નોંધ નં.5990 રદ કરી સવાલ વાળી જમીન મુળ સ્થિતિ અને મુળ શરતો સાથે રેકર્ડમાં લઇ જવામાં આવે.
વિદ્યાર્થીઓ વતી કાનુની કાર્યવાહીમાં કોઇપણ પ્રકારના મહેનતાણા વગર વિનામૂલ્યે રાજકોટના ખ્યાતનામ એડવોકેટ રવી બી. ગોગીયા રોકાયેલ હતા, તેમજ સરકારપક્ષે સરકારી એડવોકેટ કમલેશ ડોડીયા રોકાયેલ હતા, તેઓ બન્નેની પોતાના પક્ષકારોના પક્ષમાં થોકબંધ સાધનીક કાગળો અને પુરાવાઓ સાથે ધારદાર દલીલો રજુ કરેલ હતી. વિધાર્થીઓના પક્ષે રવી બી.ગોગીયાના સહાયક એડવોકેટ તરીકે નિખીલ ગોગીયા, હિરેન રૈયાણી, પ્રકાશ ખંધેડીયા, ચાર્મી રાવલ રોકાયા હતા.22 ખેડૂતો પાસેથી સંપાદન કરીને લીધેલી જમીન વિરાણી ટ્રસ્ટને શૈક્ષણિક હેતુથી અપાઈ હતી
ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરૂષોત્તમ પીપરીયાએ વિશેષ વિવરણ કરતા જણાવે છે કે, વિરાણી હાઇસ્કુલની જમીન સરકારે 22 ખેડૂતો પાસેથી સંપાદન કરી મેળવેલ છે તે જમીન વિરાણી હાઇસ્કુલને માત્ર શૈક્ષણિક હેતુ માટે ફાળવેલ છે તેમ છત્તા વિરાણી હાઇસ્કૂલના ટ્રસ્ટી તથા તેમના મળતીયા ટ્રસ્ટીએ ખોટા પૂરાવા અને ખોટા કથનો રજુ કરીને સરકારે ફાળવેલ જમીનને ખાનગી ઠેરવીને વેચાણ કરવાનો ગુનાઇત કારસા કરેલ. વિરાણી હાઇસ્કુલની જમીન કોઇપણ પ્રકારના અવેજ વગર વિનામુલ્યે સરકારે ફાળવેલ છે એટલે નફો કરી શકાય નહી તેવી શરત છે.
જમીનમાંથી નફો નહિ કરવાની સ્પષ્ટ શરત હતી
વિરાણીની જમીન વણ કમાયેલ નફા કરતા પણ નફો નહી કરી શકવાની વિશેષ જોગવાઈ હોવાથી વેચાણથી વિરાણી ટ્રસ્ટને ફદયુ પણ મળે તેમ ન હતું. વિરાણી હાઇસ્કુલની જમીનને ખાનગી ઠેરવી વેચવાના મસમોટા ડીમાંડ આચરનાર શ્રેયાંશ વિરાણી અને જયંત દેસાઇ વિરૂ કાયદેસરની કાર્યવાહી થાય તે માટે વિરાણી હાઇસ્કુલના ભૂતપૂર્વ ફોજદારી વકિલોની પણ કાનુની સલાહ મેળવવા કમિટીની રચના કરવામા આવેલ હતી.
વિરાણીનું મેદાન રમત માટેનું છે, તેને બચાવવા વિદ્યાર્થીઓ આજીવન પ્રયાસો કરશે
ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપરિયાએ જણાવ્યું કે વિરાણી હાઇસ્કુલના મેદાનની જમીન વેચવાના વિવાદાસ્પદ અને ચોંકાવનારો નિર્ણય વિરાણી હાઇસ્કુલના ટ્રસ્ટી શ્રેયાંશ વિરાણી અને જયંત દેસાઇ વિગેરેએ કરી, વિરાણી હાઇસ્કૂલની સરકારે ફાળવેલ જમીન ખાનગી કરીને વેચવાનો કારસો કરી રહ્યા હતા તે સંદર્ભે પુરૂષોત્તમ પીપરીયાની આગેવાની હેઠળ વિરાણી હાઇસ્કૂલના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ મેદાન બચાવો લડત ચલાવી રહ્યા હતા. સરકારી જમીન ખાનગી ઠરાવવાના કાંડના પર્દાફાસ થવાની ગંધ આવી જતા ટ્રસ્ટની મિલ્કત વેચવાના માહેર તજજ્ઞ અને અનુભવી એવા શ્રેયાશ વિરાણી અને જયંત દેસાઇએ પાછીપાની કરી મેદાન વેચાણની અરજ પાછી ખેચેલ હતી.વિરાણીનું મેદાન રમત માટેનું છે, તેને બચાવવા વિદ્યાર્થીઓ આજીવન પ્રયાસો કરશે.