ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો ૭૦૦૦ કિલો જેટલો જથ્થો બારોબાર વેંચી માર્યાનું ખુલતા પુરવઠા તંત્રની કડક કાર્યવાહી

બજરંગવાડી વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ તી હોવાની ફરિયાદના આધારે ડીએસઓએ દરોડો પાડયો હતો. જેમાં ઘઉં, ચોખા અને ખાંડનો ૭૦૦૦ કિલો જેટલો જથ્થો વેપારીએ બારોબાર વેંચી માર્યાનું ખુલતા વેપારીનો પરવાનો ૯૦  દિવસ માટે રદ્દ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

5 bannafa for site 1 2

શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ સુરેશભાઈ કાનજીભાઈ પરમાર નામના પરવાનેદારની સસ્તા અનાજની દુકાનમાંથી માલ આપવામાં ન આવતો હોવાની અરજદારની ફરિયાદના આધારે જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડા તેમજ ઈન્સ્પેકટર પરસાણીયા સહિતનાએ દુકાન ઉપર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઓનલાઈન સ્ટોકમાં ઘઉંનો ૪૩૫૯ કિલો જથ્થો, ચોખાનો ૧૮૭૫ કિલો જથ્થો, મીઠાનો ૩૩૫ કિલો જથ્થો, ખાંડનો ૪૪૪ કિલો જથ્થો તેમજ ૪૭૬ કિલો કેરોસીન બોલતું હતું પરંતુ આ જથ્થો દુકાનમાં હાજર મળી આવેલ ન હોય. પરવાનેદારે આ જથ્થો બારોબાર વેંચી માર્યો હોવાનું ઉપરાંત તપાસણી સમયે રાશનકાર્ડ ધારકોના નિવેદન લેવાતા તેઓને કોઈપણ પ્રકારના જથ્થોનું વિતરણ કરવામાં ન આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. રૂા.૪૨૦૦૦ના અનાજના જથ્થોનું ગોલમાલ કર્યાનું ધ્યાને આવતા તેનો પરવાનો ૯૦ દિવસ માટે રદ્દ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.