હોમિયોપેથીમાં પ્રવેશ અપાવવાના કૌભાંડમાં કોલેજના બે ટ્રસ્ટી સહિત ત્રણની જામીન અરજી રદ..
બંને ટ્રસ્ટીઓએ રેગ્યુલર અને એજન્ટ દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી
રાજકોટમાં હોમિયોપેથીમાં બોગસ ડિગ્રીના આધારે પ્રવેશ આપવાના ચકચારી કૌભાંડમાં ડાંગર કોલેજના બે ટ્રસ્ટીઓની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નકારી કાઢી છે.જ્યારે આ ગુનામાં સંડોવાયેલ એજન્ટની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી હતી.
કેસની વિગત મુજબ રાજકોટમાં હોમિયોપેથી કોલેજમાં બોગસ ડિગ્રી અને માર્કશીટના આધારે વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપી આર્થિક લાભ મેળવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.જે મામલે ખંભાળિયાના તબીબ બી.એ.ડાંગર કોલજના પ્રિનસિપાલ, ટ્રસ્ટી સહિતના સામે ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં જેલહવાલે રહેલા કોલેજના ટ્રસ્ટી જનકભાઈ લાભુભાઈ મેતા અને દીપકભાઈ બચુભાઇ ડાંગર દ્વારા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન પર છૂટવા માટે અરજી કરી હતી.તેમજ આ ગુનામાં સંડોવણી ધરાવનાર અને આ કૌભાંડમાં એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવનાર પરેશ પ્રાણશંકર વ્યાસ દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. સેશન્સ જજ એમ.એમ.બાબીએ બંને ટ્રસ્ટીની રેગ્યુલર અને અન્ય આરોપીની આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી.આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરુણ માથુરે દલીલો કરી હતી.