અયોધ્યાના ચુકાદાના પગલે તમામ કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી
સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બેન્ચ દ્વારા અયોધ્યા રામ મંદિર કેસના ચુકાદો આપવામાં આવવાનો હોય ભાજપ દ્વારા આજથી ત્રણ દિવસ રાજયભરમાં સ્નેહ મિલન, સંગઠન મંડળની રચના સહિતના તમામ કાર્યક્રમમો રદ કરવામાં આવ્યા છે. ચુકાદા બાદ કાર્યક્રમ બાદ કાર્યકરો દ્વારા શાંતિનો માહોલ બનાવી રાખવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે તા. ૯,૧૦,૧૧ ( શનિ,રવિ, સોમ) નવેમ્બરનાં રોજ ભારતીય જનતા પાર્ટીઁનાં તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવે છે. ભાજપનાં જીલ્લાવાર સ્નેહમિલનો , સંગઠન મંડલની રચના અને અન્ય તમામ કાર્યક્રમો કાલથી ત્રણ દીવસ માટે મોકૂફ રાખવામાં આવશે.
વાઘાણીએ ભાજપનાં તમામ કાર્યકર્તાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે રામમંદીર માટે સુપ્રિમકોર્ટનો જે પણ ચુકાદો આવશે તેને સ્વીકારવાનો રહેશે. ભાજપ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે.વર્ષો પછી રાહ જોયાં પછી રામજન્મભૂમિ ચુકાદો આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌહાર્દપૂર્ણ, સદભાવનાપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાનો સહયોગ આપે. ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિશ્વાસ સાથે એકતા, સમરસતાનાં વાતાવરણને જાળવવાં સહભાગી બનીએ. . ગુજરાતે હમેશાં શાંતિ, એકતા,વિકાસનીસાથે રહ્યું છે અને રહેશે તેવો વિશ્વાસ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.