દેશમાં ચોમાસાની વિદાયની ઘડી ગણાઇ રહી છે ત્યારે મેઘરાજાએ ફરી એકવાર મુંબઈને ધમરોળી નાંખ્યું છે. મંગળવારે મુંબઈમાં વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો અને જનજીવન ખોરવાઇ ગયું હતું. મુંબઈમાં પડેલા ભારે વરસાદથી આજે અમદાવાદ આવતો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો છે. વેસ્ટર્ન રેલવેની 5 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેની પણ 6 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને 2 ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનું જોર યથાવત રહ્યું હોઈ અનેક ગામોને સતર્ક રહેવા જણાવાયું છે. સ્કૂલો-કોલેજોમાંમાં વરસાદને કારણે રજા આપવામાં આવી છે.

રાધાનગરી ડેમ ક્ષેત્રમાં મૂશળ‌ધાર વરસાદ પડ્યો હતો. કોલ્હાપુરમાં ધોધમાર વરસાદને કારણે રાધાનગરી ડેમના તમામ દરવાજા ઉઘાડવામાં આવ્યા હતા. વરસાદનું જોર યથાવત રહેતા ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.