પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે છ માસ પૂર્વે જમીનના વેચાણના મનદુ:ખના મામલે પ્રોઢની કરપીણ હત્યાના ગુન્હામાં જેલ હવાલે રહેલા શખ્સએ માનવતાના ધોરણે કરેલી જામીન અરજી સેસન્સ અદાલતે રદ કરી છે.
આ કેસની વિગત જોઇએ તો પડધરીના ખાખડાબેલા ગામે રહેતા અજીતસિંહ જાડેજા નામના ગરાસીયા પ્રૌઢની જમીન વેચાણના મનદુ:ખમાં છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાની મૃતકના પુત્ર ચન્દ્રસિંહ જાડેજાએ પડધરી પો.સ્ટે. માં ફરીયાદ નોંધાવેલ છે. જેમાં તપાસ દરમિયાન ખાખડાબેલા ગામના વતની અને હાલ રાજકોટમાં ગાયત્રીધાર શેરી નં.ર માં રહેતા જગદીશસિંહ ઉર્ફે જગુભા શામતુભા જાડેજાની ધરપકડ કરેલી.
જગદીશસિંહએ પોતાના વકીલ મારફત આરોપીના પત્નિનું ઘુંટણનું ઓપરેશન કરવાનું હોય જેથી પૈસાની વ્યવસ્થા કરવા માનવતાનાં ધોરણે જામીન અરજી કરેલી. અદાલતે સરકારી વકીલની દલીલો અને ફરીયાદીના વકીલના વાંધાઓ લઇને હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટનાં ચુકાદાઓ અને ગુન્હાની ગંભીરતા જોતા જગદીશસિંહ જાડેજાની માનવતાના ધોરણે થયેલી જામીન અરજી નામંજુર કરી છે.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આબીદ સોસન તથા મુળ ફરીયાદી વતી રુપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા (હાડાટોડા) દિપક ભાટીયા વગેરે રોકાયેલ હતા.