ગાંધીધામ મુકામે એમ.સી.બી. ઇન્ટરનેશનલ નામથી એક્ષપોર્ટ ઇમ્પોટેનો વ્યવહાર કરતી કંપની અને મુંબઇ સ્થિત કંપની ઇમેજ વિઝન પ્રા.લી. મારફતે અમેરિકા સુચિત નેટવર્ક હોસ્ટસ આઇ.એન.સી. કંપની પાસેથી ૧.૨૦ લાખ મેટ્રીન ટન સ્કેપ ખરીદીનો ડીલ થયેલ અને જે માલ પૈકી ૩૦ હજાર મેટ્રીન ટન સ્કેપ અમેરીકન કંપનીએ ગાંધીધામની અમે.સી.બી. ઇન્ટરનેશનલ કંપનીને કરાર મુજબ માલ મોકલ્યો પરંતુ કરાર મુજબના દસ્તાવેજો ગાંધીધામની કંપનીને ન પહોચાડવાને બદલે ગાંધીધામની કંપનીના બેન્કરને કંપનીને ઇ-મેઇલથી જાણ કરવામાં આવી હતી. આપી કરારની શરતનો ભંગ કરેલો છે. આથી એમ.સી.બી. ઇન્ટશનેશનલની કંપનીએ અમેરિકા- સ્થિક કંપની નેટવર્ક હોસ્ટસ આઇ.એન.સી., એમ.ડી. સેમ્યુઅલ ડબલ્યુ મીલર, મુંબઇ સ્થીત કંપની ઇમેજ વિઝન પ્રા.લી. અને તેના ડાયરેકટર અનિલ શર્મા સામે ‚ા ૪૨.૩૧ કરોડની વિશ્ર્વાસઘાત કરી નુકશાન કર્યાની ફરીયાદ દાખલ કરી હતી.
ઉપરોકત ફરીયાદ સને ૨૦૦૪ માં દાખલ કર્યા બાદ ફરીયાદી અમેરીકન કંપની કે તેના ડાયરેકટર ને સમન્સ વોરંટ બજાવી શકેલ નથી. જયારે મુંબઇ સ્થિત કંપની અને તેના ડાયરેકટરને સમસ્ન બજયા બાદ વકીલ મારફત કોર્ટમાં હાજર થયેલ છે. પરંતુ ફરીયાદીએ ફરીયાદ ચલાવવા અંગેની કાર્યવાહી બાબતે નકકર પગલા લેવાને બદલે આરોપીઓની ગેરહાજરીને કોર્ટમાં દર્શાવી મુંબઇ સ્થિત કંપનીના ડાયરેકટર સામે બીન જામીન લાયક વોરંડ ઇસ્યુ કરવા આદેશ મેળવલો હતો.
અનિલ શર્મા હાજર થઇ કોર્ટને જણાવેલું કે કોર્ટના સમન્સ મળ્યા બાદ અગાઉ જામીન લાયક વોરંટ કયારેય બજેલું નથી ફરીયાદી છેલ્લા ૧૪ વર્ષમાં મુખ્ય આરોપીઓને સમસ્ન પણ બજાવી શકેલા નથી કે ફરીયાદની કાર્યવાહી આગળ ચલાવતા ન હોય:, ત્યારે ફકત અનીલ શર્માને હેરાન કરવા માટે વારંવાર વોરંટ ઇસ્યુ કરાવી મુંબઇથી ધકકા ખવડાવવા માંગે છે.
ગાંધીધામ કોર્ટના પ્રીસાઇન્ડીંગ ઓફીસર ઉપરોકત રજુઆત તથા કેસના સંજોગો ગ્રાહય રાખી આરોપી અનીલ શર્માની ગેરહાજરીમાં તેને સામે ઇસ્યુ થયેલું બીન જામીન લાયક વોરંટ રદ કરવા આદેશ કરી મુંબઇ પોલીસ કમીશ્નરને લેખીત જાણ કરી છે. આ કામમાં તહોમદાર ઇમેજ વિઝના પ્રા.લી. ના ડાયરેકટર અનીલ શર્મા ઠે. મરીન ડ્રાઇવ મુંબઇ વતી વિકાસ શેઠ, અલ્પા વિ. શેઠ, વિપુલ આર. સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલા છે.