જૂનીયર તબીબ પર સાથી તબીબે કૃત્ય આચર્યું ‘તુ
રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સર્જીકલ વોર્ડમાં ફરજ બજાવતા જૂનીયર તબીબ પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાંજેલ હવાલે રહેલા તબીબની જામીન અરજી અદાલતે ફગાવી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં જૂનીયર તબીબ તરીકે ફરજ બજાવતી યુવતી પર સર્જીકલ વોર્ડમાં ફરજ બજાવતા સચીનસીંગ સંતોષકુમાર સીંગ નામના તબીબે દુષ્કર્મ આચર્યાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તબીબની ધરપકડ કરી તપાસપૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. હાલ જેલ હવાલે રહેલા તબીબ સચીનસીંગે જામીન પર છૂટવા અરજી કરેલીજ માં બંને પક્ષોની રજૂઆતના અંતે સરકાર પક્ષની ધારદાર દલીલો ધ્યાને લઈ અધિક સેશન્સ જજ એચ.એમ. પવારે જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી,. તરીકે સમીર ખીરા ઉપસ્થિત રહ્યા હતા.