એસ.સી., એસ.ટી. સેલને લગતા ચૂકાદા મામલે અનુસુચિત જાતિમાં રોષ
સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસીટી એકટના કેસમાં આગેાતરા જામીન મંજુર કરવામાં આવતા આ ચૂકાદો રદ કરવા કોંગ્રેસ અનુજાતિ ડીપાર્ટમેન્ટ દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવ્યા મુજબ અનુસુચિત જાતિ, અને અનુસુચિત જન જાતિ સમાજ પ્રત્યે રાખવામાં આવતા ભેદ ભાવ ને કારણે અસમાનતા ઉભી થતા ભારત દેશની લોકશાહી સંસ્થામાં ચુંટાયેલા પ્રતિનિધિ દ્વારા લોકસભામાં ૧૯૫૫માં નાગરીક સરક્ષણ ધારો બનાવવામાંનો આશય આ સમાજને સમાનતા આપવાની નેમ હતી. તેમ છતાં આ સમાજ સાથે જાતિગત ભેદભાવ ચાલુ રહ્યો હતો.
૧૯૮૯ માં ભારતીય લોકસભામાં એટ્રોસીટી એકટ કાયદો બનાવવામાં આવ્યો છે તેનો હેતું અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ ઉપર થતાં જાતી ભેદ ને કારણે થતાં અત્યાચાર રોકવા અને આ જાતીઓને સલામતી આપવાનો પ્રયત્ન છે.
૨૦૧૭ના એટ્રોસીટી એકટ હેઠળ સુપ્રિમ કોર્ટના ચુકાદામાં એવી ટકોર કરેલ છે જે એટ્રોસીટી એકટ હેઠળ આવેલા કેસમાં આગોતરા જામીન ન આપવા અને કોઇ જજ દ્વારા આ ચુકાદાનું ઉલ્લંધન કરી આગોતરા જામીન આપવામાં આવે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંધન કરવા બરાબર છે. તેના ઉપર કાર્યવાહી કરવા જણાવેલ છે. સને ૨૦૧૮ માં એટ્રોસીટી એકટ અંતગત એજ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલ કેશના ચુકાદા ૨૦૧૭માં આપેલ ચુકાદાની વિપરીત આપવામાં આવ્યો છે. આમ સુપ્રિમ કોર્ટના જજ દ્વારા જ ૨૦૧૭ના આપેલ ચુકાદાનું ઉલ્લધન કરવામાં આવેલ છે.
૨૦૧૮માં સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસીટી એકટ ૧૯૮૯ અને ૨૦૦૨ ની જોગવાઇની વીપરીત ચુકાદો આપવામાં આવેલ છે. જે અગાઉના એટ્રોસીટી એકટ હેઠળ સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદાના ઉલ્લંધન બરાબર છે.