ખંભાળીયામાં યુજીસીના પરિપત્રની હોળી કરનાર વિદ્યાર્થીઓની અટકાયત
ખંભાળીયામાં યુજીસીનાં પરિપત્રની હોળી કરનારા એનએસયુઆઈનાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.યુજીસી દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીની પરિક્ષા અંગેની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. આ ગાઇડ લાઇન માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને કેરિયર સાથે ચેડા કરતી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. આ યુજીસી ની ગાઇડ લાઇન માં કહેવામાં આવ્યું છે કે બાકી રહેતી યુ.જી પી.જી નાં બધા જ વિદ્યાર્થીઓ ને ઓનલાઇન અથવા ઓફલાઇન પરીક્ષા ફરજીયાત પણે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે, જ્યારે અત્યારની પરિસ્થિતિ ને ધ્યાને લેતાં લાગી રહ્યું છે કે પરિક્ષા લેવી યોગ્ય નથી.
કારણ કે દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થતો આવે છે તો આ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી આગામી પરિક્ષાઓ રદ્દ કરવી જોઈએ અને બધા જ વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવું જોઈએ એવી માંગ સાથે યુજીસી ના પરિપત્ર ની હોળી કરવા જતા પોલિસે તમામ કાર્યકરો ની અટકાયત કરી હતી..આ કાર્યક્રમ માં ગજઞઈં જિલ્લા પ્રમુખ દાના માડમ ની આગેવાની માં રાજેશ ગોજિયા, ચેતન જગતીયા, વિનોદ કરમુર,ગોવિંદ આંબલિયા, તાલુકા ગજઞઈં પ્રમુખ કેસુર વારોતરીયા, સાગર ગોજિયા, જયેશ કંડોરીયા, ભાયા ભાદરકા, ધરણાંત ડુવા, દેવશી માડમ સહિત નાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.