પાણી ન મળતા ખેતરોમાં જીરુ-કપાસ નિષ્ફળ જવાનો ભય
માળોદ-વાઘેલા રોડ પર છ દિવસમાં બીજીવાર માળોદ ડીસ્ટ્રી (એલડી-2) કેનાલમાં માટીનું ધોવાણ થતા ગાબડુ પડતા ખેડૂતો સાથે તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. જો કે ગાબડામાંથી નીકળેલુ હજારો લીટર પાણી ખેતરોના બદલે વાઘેલાના ખાતરામાં વહી ગયુ હતું.પરિણામે પાણી ન મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો ભય ફેલાયો છે.
હજારો લિટર પાણી નો વેડફાટ: ખેડૂતો ના લેહેરતા પાક ને નુકસાન: ખેતરો બેટ મા ફેરવાયા..
સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પાણી માટે હાલ ખૂબ તંગી સર્જાય રહી છે ત્યારે તેવી પરિસ્થિતિ મા સુરેન્દ્રનગર ના અનેક તાલુકા ઓ ને અસર ગ્રસ્ત વિસ્તારમાં મા સરકાર દવારા આવરી લેવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ઓછા વરસાદ નાં કારણે ખેડૂતો ના વાવેતર મા પણ ઘટાડો નોંધાયો છે ત્યારે ગઈ કાલે સર્વે મુજમ આગામી વર્ષ કરતા ચાલુ વર્ષે ૪% વાવણી ખેડૂતો દવારા ઓછી કરવા મા આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા પોતાના ખેતરો મા વાવણી કરવા મા આવી હતી જેના કારણે હાલ ખેતરો મા લેહરતા પાક નઝરે પડે છે.
હાલ સરકાર દ્વારા કેનાલો મા પાણી છોડવા મા આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ અનેક કેનાલો મા પાણી છોડવા મા આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ ની નબળી કામગીરી સામે આવીછે. છેલ્લા ૨ માસ મા ૫ થી વધુ કેનાલો મા સુરેન્દ્રનગર જીલ્લા મા ગાબડાં પડ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને એક બાજુ સિંચાઇ માટે પાણી લેવા દેવા મા આવતું નથી અને બીજી બાજુ ગબદાઓ ના કારણે હજારો લિટર પાણી નો વેડફાટ સુરેન્દ્રનગર જીલ્લા મા થઈ રહો છે.
આજે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ ના અનેક તાલુકા ઓ મા ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતો એ મહા મુસીબતે પોતાનો પાક બચાવિયો છે ત્યારે આજે નર્મદા કેનાલની મળોદ વાઘેલા કેનાલમા મસ્માસ્તું મોટું ગાબડું પડતાં ખેડૂતો ના પાક પાણીમા દુબિયા હતા ત્યારે ગાબડાં ના કારણે દુષ્કાળના વર્ષમા હજારો લિટર પાણી નો વેડફાટ થયો છે.
સુરેન્દ્રનગર જીલ્લામા છેલ્લા બે માસમા પાટડી, ધાગધ્રા,લીમડી , વઢવાણ અને અનેક તાલુકામા નરદા વિભાગના નબળા કામની પોળ છતી થઈ છે. ત્યારે કેનાલોમા ગાબડાં ઓ પાડવા થી ખેડૂતોના વાવેતર ને લાખો રૂપિયા નું મોળા વર્ષમા નુકસાન વેઠવું પડી રહ્યુ છે હાલ.
વઢવાણ તાલુકાના ખેડૂતોનો પાક અપૂરતા વરસાદને કારણે નિષ્ફળ ગયો છે. ત્યારે વઢવાણ તાલુકામાં પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લી.ની માળોદ ડીસ્ટ્રી (એલડી-2) કેનાલમાં ગત તા. 30 નવેમ્બરે ગાબડુ પડતા પાણી આજુબાજુનાં ખેતરોમાં ફરી વળતા અંદાજે 5 હજાર હેકટરમાં વાવેલા જીરૂ તથા કપાસના પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. નર્મદાનાં પાણી ખેતરમાં ઘૂસતા ખેડૂતોએ વાવેલા મોંઘા બિયારણ, ખાતર તથા ખેડાણ પાછળ કરેલો ખર્ચે એળે જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યાં ફરી તા. 5 ડિસેમ્બરે માળોદ વાઘેલા કેનાલ મા ગાબડું પડ્યું હતું ત્યારે ૬ દિવસ માં આ જ કેનાલ મા ગાબડું પડતાં નર્મદા વિભાગ ની નબળી કામગીરી સામે આવી હતી.અને ખેડૂતો ના પાક નર્મદા કેનાલ મા ગાબડું પડતાં ધોવાયા હતા.