મીસીસ ટ્રુડો સાથે જસપાલ અટવાલની વાયરલ તસવીર અને વિરોધ બાદ ડિનર પાર્ટી રદ કરાઈ

કેનેડિયન વડાપ્રધાન જસ્ટીન ટુડોના પત્ની શ્રીમતી સોફી ટુડો સાથે ખાલીસ્તાની આતંકવાદી જસપાલ અટવાલની તસવીર વાયરલ થતા વિવાદ સર્જાયો છે. આ વિવાદને પગલે ભારત સ્થિત કેનેડીયન રાજદુત નાદિર પટેલ ગુરુવારે રાત્રે આયોજીત ડિનર રદ કરવાની ફરજ પડી હતી. કેનેડાના ફર્સ્ટ ફેમીલીના માનમાં કેનેડીયન દુતાવાસે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં નાદિરે જ જસપાલને આમંત્રણ આપ્યું હતું.

આ મુદે વિવાદ થતી વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારે જણાવ્યું હતું કે, ખાલીસ્તાની આતંકવાદી તરીકે દોષી ઠરેલા જસપાલ અટવાલને કેવી રીતે વિઝા મળ્યા એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ. આ વિવાદમાં બે મહત્વની બાબત છે.

એક ડિનર પાર્ટીમાં જસપાલ અટવાલની હાજરી મુદ્દે કેનેડાએ કંઈક કહેવું જોઈએ. તેમણે સ્વીકારવું જોઈએ કે આ સરતચૂકથી બનેલી ઘટના છે એટલે જ કેનેડાએ ડિનર પાર્ટી રદ કરવી પડી છે. જોકે ઉતરી અમેરીકન દેશ કેનેડાના વડાપ્રધાન ભારતીય મહેમાન જસ્ટીન ટુડોએ અટવાલને આમંત્રણ આપવાને ભુલ ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે તે પ્રતિબંધિત સંગઠન ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન સાથે સંકળાયેલો છે અને ૧૯૮૬માં કેનેડાના રાજય બ્રિટિશ કોલમ્બિયાનું રાજધાની વેનકુવર (વાન કુવર)માં પંજાબના તત્કાલીન કેબિનેટ મંત્રી મલકિયત સિંધ સિધુની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

કોણે શું કહ્યું

જસ્ટીન ટ્રુડો:- કેનેડીયન દુતાવાસે જસપાલ અટવાલને આમંત્રણ આપવું જ જોઈતું ન હતું. આ એક ઘણી જ ગંભીર ભુલ છે.

જસપાલ અટવાલ:- મારી સામેના દશકાઓ (૧૯૮૬) જુના આરોપોને જાહકના જાહેરમાં લાવવા તે બિલકુલ ખોટું છે. મેં કાંઈ કેનેડાને નુકસાન થાય તેવું કર્યું જ નથી, કરી શકુ જ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.