વિવિધ સેકટરની પ કંપનીઓ ગુજરાતમાં સીધા જ અથવા ગુજરાતની કંપની સાથે જોઇન્ટ વેન્ચર દ્વારા જોડાણ કરે તેવા પ્રયત્ન કેનેડાનું ગુજરાતી વિઝનેસ એસોસીયેશન કરી રહ્યું છે. કેનેડાની પ અગ્રણી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે પ્રોત્સાહિત કરીને કેનેડા સ્થિત ગુજરાતીઓએ સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી. વિવિધ એકટરની પ કંપનીઓ ગુજરાતમાં સીધા જ અથવા ગુજરાતની કંપની સાથે ગુજરાતની કંપની સાથે જોઇન્ટ વેન્ચર દ્વારા જોડાણ કરે તેવા પ્રયત્ન કેનેડાનું ગુજરાતી બિઝનેસ એસોસીયેશન કરી રહ્યું છે. કેનેડાના ટોરોન્ટોમાં યોજાઇ ગયેલ સુવર્ણ જયંતિ મેગા ઇવેન્ટમાં જાણીતા કલાકારો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી.કેનેડામાં વસતા આશરે ર લાખથી વધુ ગુજરાતીઓએ રાજયનો સુવર્ણ જયંતિ અવસર ઉજવ્યો હતો. કેનેડાનું ગુજરાતી બિઝનેસ એસોસિયેશન કેનેડાના તમામ ગુજરાતીઓ સાથે સંકળાયેલી સંસ્થાઓને સાથે રાખીને કેનેડામાં ગુજરાત એકસ્પો કેનેડાનું આયોજન કરાયું હતું. કેનેડાના ટોરોન્ટોમાં દેશની આઝાદીને ૧૫૦ વર્ષ પૂરા થવા અંગે પણ ડબલ ઇવેન્ટ સેલીબ્રેશન કરાયું હતું. તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓએ પ્રાઇડ યુ બી કેનેડીયન પોસ્ટર સાથે તસવીરો લઇને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.