આજે પ્રથમ ફ્લાઇટ દિલ્લીથી ૪૨ મુસાફરો સાથે ટોરંટો માટે ભરશે ઉડાન
ભારતથી કેનેડાની ડાયરેકટ ફ્લાઇટ ૫ મહિનાની લાંબી રાહ બાદ અંતે શરૂ થઈ છવા. એર કેનેડાએ દિલ્લી-ટોરંટો નોનસ્ટોપ ફ્લાઇટ શરતોને આધીન શરૂ કરવાની જાહેરાત કરી છે. જો કે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મહામારી સંદર્ભે અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે. મુસાફરે વેકસીન લીધી હોય તો પણ બોર્ડિંગના ૧૮ કલાક પૂર્વેનો આરટી-પીસીઆર રિપોર્ટ અથવા રેપીડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે. દિલ્લી એરપોર્ટના ટર્મિનલ નંબર ૩ ખાતે રિપોર્ટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
એર કેનેડાએ કહ્યું છે કે, ટર્મિનલ પર કરાયેલા રિપોર્ટ સિવાય ભારતના કોઈ પણ ક્લિનિકમાં કરાયેલા રિપોર્ટ માન્ય ગણવામાં આવશે. ઉપરાંત કોઈ મુસાફરનો ૧૪ દિવસથી માંડી ૧૮૦ દિવસ પહેલાનો પોઝિટિવ આરટી-પીસીઆર રિપોર્ટ પણ માન્ય ગણવામાં આવશે તેવું એર કેનેડાએ તેની વેબસાઈટ પર જણાવ્યું છે.
હાલ ગઈકાલે રાત્રે જ પ્રથમ ફ્લાઈટ દિલ્લી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી અને આજે આ ફ્લાઇટ ૪૨ મુસાફરો સાથે ઉડાન ભરનારી છે.