કેનેડા જનારા ભારતીઓની સંખ્યામાં ૫૮ ટકાનો વધારો
કેનેડા ભારતીઓ માટેનું બીજુ દેશ બની રહ્યું છે અને લોકોમાં કેનેડામાં વસવાટ કરવાનો ક્રેઝ પણ વઘ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા કેનેડાએ ઝડપી વિઝાની મંજુરી આપવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા ભારત ઉપરાંત અન્ય ત્રણ દેશો માટે પણ ઉપલબ્ધ રહેશે. સ્ટુડન્ટ વિઝા માટે ૬૦ દિવસની લાંબી પ્રક્રિયાને બદલે ૪૫ દિવસમાં જ વિઝા મેળવી શકાશે. સ્ટુડન્ટ ડાયરેકટ સ્ટ્રીમના અભ્યાસ મુજબ ભારત, ચીન, વિયતનામ અને ફીલીપાઈન્સ, કેનેડા માટેનો સૌથી મોટો નાણાકીય સ્ત્રોત છે ત્યારે આ નવી પોલીસીથી દેશની આર્થિક વૃદ્ધિ થશે.
સ્ટુડન્ટ પાર્ટનર્સ પ્રોગ્રામથી વિઝાની પ્રક્રિયા સરળ તેમજ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે. તેથી કેનેડાની ૪૦ જેટલી કોલેજોમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના દ્વાર ખુલશે તો બીજી તરફ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ સેક્ધડરી કોર્ષથી જાહેરાત પણ કરવામાં આવી હતી. તેથી શૈક્ષણિક સંસ્થાઓ, ઈમીગ્રેશનથી લઈને રેફયુજી સુધીની પોસ્ટ માટે ભારતીય વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. ગત વર્ષે ભારત, ચીન અને કોરિયાને સૌથી વધુ કેનેડીયન વિઝાની મંજુરી અપાઈ હતી. ૨૦૧૭માં સૌથી વધુ ભારતીયો કેનેડીયન રહ્યા હતા માટે કેનેડા સરકારે વિઝાની પ્રક્રિયા સરળ બનાવવાની યોજના ઘડી છે.
જાન્યુઆરીથી એપ્રિલ દરમ્યાન ૨૯ હજાર ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાની પરમીટ મળી હતી. જયારે નોકરી અથવા શિક્ષણની વાત હોય ત્યારે વધુ પ્રમાણમાં ભારતીયો કેનેડાને પ્રાધાન્યતા આપે છે. કેનેડાની કોલેજોમાં વધુ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓ હોય છે માટે કેનેડીયાના નાગરિત્વ માટેની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે. કારણકે વેપાર હોય કે એન્જીનીયરીંગ અથવા આઈટી, મેડિકલ કે હોસ્પિટાલીટી બધે જ કેનેડાના શિક્ષણની બોલબલા છે.