રૂપિયામાં મા,બાપ, બેન, ભાઈ, દાદાજી, દાદીમા વેચાતા મળે ખરા? આ બધા વેચાતા નથી જ મળતા અરે, સારો અને સાચો વડીલ પણ વેચાતો નથી મળતો ગંગાએ દેવવ્રત જેવા પુત્રને-ભીષ્મ પિતામહને સમાજના ખોળે સમર્પિત કરી દીધો, તે શું વેચાતો આપ્યો એ શું વેચાતો આપ્યો હતો ?

એવું સામર્થ્ય ધરાવતો કોઈ મહારથી કોઈ હશે ખરો? દેવવ્રત જેવો દીકરો આપવામાં એમણે એટલું બધું આપી દીધું છે કે, જયાં સુધી સૂર્ય-ચંદ્રમા ઉગશે-આથમશે ત્યાં સુધી ગંગાનું ઋણ આ દેશ ઉપર યથાવત્ રહેશે.

મકર સંક્રાંતિ દર વર્ષે ૧૪મી જાન્યુઆરીના દિવસે જ કેમ આવે છે? એવો સવાલ સદીઓથી ઘૂંટાતો રહ્યો છે.મકર સંક્રાંતીની ઉજવણી થવાનું કારણ એ છે કે, ૨૧મી ડિસેમ્બરથી સૂર્યની ગતિ ઉત્તર ભૂખંડમાં શરૂ થાય છે. અને અતિશય ઠંડીમાં ઠુંઠવાઈ મરતા માનવીઓ, પશુઓ અને વનસ્પતિને પણ મોટી રાહત થાય છે. આજની સુવિધાઓ ગરમ કપડાં અથવા એરકંડિશનો અને છત્રીઓનાં કારણે ઋતુઓની ફેરબદલી આપણા માટે મહત્વની નથી. પણ ખૂલ્લાં જંગલો, પર્વતો કે નદી કિનારે વસવાટ કરનાર આદિમાનવી માટે સૂરજનો તડકો કેટલો મહત્વનો હોય તેની કલ્પના કરવાનું અધરૂ નથી. આ ફેરફાર ઠંડીની વિદાય અને વસંત, ગ્રીષ્મનું આગમન સમાજ માટે વધામણાનો અવસર છે. ભગવાન કે ભગવાનના અવતાર સમા રાજાઓ જ આ ચમત્કાર સર્જી શકે તેવી માન્યતા સહજ છે.

London Eye

આ બધાનું પૃથ્થકરણ કરતા એવું પ્રસ્થાપિત થાય છે કે, ઈસુના અંગ્રેજી કેલેન્ડર સંબંધમાં બદલેલી માન્યતાઓને સાંકળતો વિવાદ રહ્યો હતો અને સૂર્યના મકર રાશિમાં પ્રવેશ તેમજ પવનની ગતિમાં બદલાવને અનુલક્ષીને મકરસંક્રાંતિ-ઉતરયણનો દિવસ નકકી થયો છે, અને પતંગ-પ્રથા પણ એમાંથી જ જન્મી છે. આ અવસરને ધાર્મિકતા સાથે જોડાતાં એવી માન્યતા પ્રસ્થાપિત થઈ છે કે, આ દિવસે જે કોઈના પ્રાણ છૂટે તે મોક્ષગતિ પામે છે.

ગંગાપુત્ર-ભીષ્મ પિતામહ મહાભારતના યુધ્ધ વખતે શ્રી કૃષ્ણનો સાથ પામેલા એ જમાનાના સર્વશ્રેષ્ઠ બાણાવળી અર્જુનના બાણોથી વિધાયા ત્યારે તેમણે તેમને પ્રાપ્ત થયેલા ‘ઈચ્છા મૃત્યુ’ના વરદાન વડે તેમના પ્રાણને મોક્ષગતિના અવસર સુધી રોકી દીધો હતો.અને અર્જુનને કહીને બાણશૈયા સર્જાવી હતી, જેના ઉપર તેઓ પોઢયા હતા. મકરસંક્રાંતિ-ઉત્તરાયણના દિવસે તેમણે પ્રાણ છોડયા હતા.

ગંગાએ માત્ર દેવવ્રત (ભીષ્મ) જેવા પ્રતાપી દીકરાને જન્માવીને સમાજને સમર્પિત કર્યો એ આ પૃથ્વીને માતૃભૂમિને આપેલું મહામૂલ્યવાન યોગદાન ગણાયું છે અને તે ચંદ્ર સૂર્યના ‘ઉદય-અસ્ત’ થતા રહે ત્યાં સુધી અવિચળ રહેશે અને માનવજાત એમની ઋણી રહેશે…મકર સંક્રાંતિનો અવસર આ ઈતિહાસ અને માંગલ્ય સાથે આનંદ-ઉમંગ અને માનવજાતના કિલ્લોલ વચ્ચે ઉજવાય છે. જેમાં પ્રાકૃતિક, પ્રસન્નતા અને ઉપકારકતા પણ ભળે છે. આપણે બધા એને વંદના કરીએ !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.