સાગર અને અંજલી ખૂબ જ સારા મિત્રો હતા. બંને આખો દિવસ એકબીજાની સાથે હોય અને હસી ખુશી થી જીવન જીવતા. બંનેના ઘરે પણ આ વાતની જાણ હતી. બંનેનું કુટુંબ એકબીજાની ઘરે આવતા જતા અને બહુ જ સારા સંબંધ બની ગયા હતા. અંજલી ને ખબર હતી કે સાગર તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના વગર રહી શકતો નથી.
એકવાર સાગર અંજલીને પ્રપોઝ કરે છે કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું ત્યારે અંજલી કહે છે કે તું એક દિવસ પણ મારા વગર રહી શકીશ નહીં હું તને ચેલેન્જ આપું છું. આ ચેલેન્જ સાગર સ્વીકારે છે અને એક આખો દિવસ અંજલી થી દૂર રહે છે અને વાત નથી કરતો અને મળતો પણ નથી. બીજે દિવસે તે અંજલી ના ઘરે જાય છે અને જઈને જુએ છે કે અંજલી નું મૃત્યુ થઈ ગયું છે. અંજલી તેના માટે એક પત્ર છોડીને ગઈ હોય છે. એ પત્ર સાગર વાંચે છે જેમાં લખ્યું હોય છે કે હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું પણ મને કેન્સર છે અને મને ખબર હતી તું મને ખૂબ જ પ્રેમ કરે છે અને મને મેળવવા માટે તું એક દિવસ મારાથી દુર રહી શકીશ. જે રીતે એક દિવસ મારા વગર જીવ્યો એ જ રીતે હવે તારે રોજ મારા વગર જીવવાનું છે અને હું તને સમ આપું છું કે કોઈ સારી છોકરી સાથે લગ્ન કરી લેજે અને એને ખુશ રાખજે. જેટલો પ્રેમ મને કરતો હતો એટલો જ પ્રેમ એને પણ આપજે. આ વાંચીને સાગર ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો.
– આર. કે. ચોટલીયા