વિશ્વ જળ દિવસ ઉજવણી જળનું મહત્વ સમજવા માટે છે. જળ એજ જીવન છે પાણી વગર આપણા જીવનની કપલના કરી શકાતી નથી. પાણી પીવાથી લઈને રસોઈ બનાવવા, વપરાશમાં બધી જગ્યા પાણી ઉપયોગી છે. ટૂંકમાં ”પાણી એટલે પ્રાણ” ! પાણીએ કુદરતી સંસાધન છે જે આપણી રોજિંદી ખુબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આપણે કામકાજ માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તેનો મોટો ભાગ ભૂગર્ભજળ એટલે કે ગ્રાઉન્ડ વોટર છે.
ઝડપથી વધતી વસ્તી, કૃષિ, ઉદ્યોગ, શહેરીકરણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં પાણીની વધતી જતી જરૂરિયાતને કારણે પાણીની માંગ પણ વધી રહી છે. તેથી, દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પાણી બચાવ છે.
પાણી એ જીવન છે, તમે બધાએ આ વાક્ય સાંભળ્યું જ હશે. આ ફક્ત એક વાક્ય કે સૂત્ર નથી પણ સત્ય છે. વિશ્વમાં ત્રણ ટકાથી ઓછા તાજા પાણીના સ્ત્રોત છે. તે જ સમયે, આ આંકડો સતત ઘટી રહ્યો છે. ઝડપથી વધતી વસ્તી, કૃષિ, ઉદ્યોગ, શહેરીકરણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં પાણીની વધતી જતી જરૂરિયાતને કારણે પાણીની માંગ પણ વધી રહી છે. તેથી, દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પાણી બચાવ છે. તો ચાલો જાણીએ આ દિવસના ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે…
મહત્વ :
વિશ્વ જળ દિવસ દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે. જેથી લોકોને પાણીના મહત્વ અને તેના યોગ્ય ઉપયોગ અને સંરક્ષણ વિશે જાગૃત કરી શકાય. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળ પ્રદૂષણ, જળ સંકટ અને આબોહવા પરિવર્તન સંબંધિત સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો છે.
થીમ :
દર વખતે વિશ્વ જળ દિવસ પર એક ખાસ થીમ રાખવામાં આવે છે. આ વખતે, એટલે કે વર્ષ 2025 માટે, થીમ ‘કિંમતી પાણી અને કિંમતી જીવન’ છે. આ થીમનો હેતુ પાણી બચાવવાના મહત્વ અને આ કુદરતી સંસાધનના મહત્વને પ્રકાશિત કરવાનો છે. જેથી ભવિષ્યની પેઢીઓ માટે પાણી ઉપલબ્ધ રહે.
પાણીના સંકટનું મુખ્ય કારણ :
ભારતમાં પાણીની કટોકટીના મુખ્ય કારણોમાં અવ્યવસ્થિત જળ વ્યવસ્થાપન, આબોહવા પરિવર્તન, વધુ પડતું પાણીનું શોષણ, વધતી વસ્તી અને જળ સ્ત્રોતોનું પ્રદૂષણ શામેલ છે. આ બધા કારણો પાણીનું સંકટ વધારી રહ્યા છે, જેના કારણે પાણીની ઉપલબ્ધતા ઘટી રહી છે.