હવે અમેરિકાએ પણ વિકસાવ્યો ‘કૃત્રિમ સૂર્ય’

ચીન પછી હવે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા પ્રથમ વખત ન્યુક્લિયર ફયુઝન નિર્માણ કરવામાં આવ્યું છે જેની સત્તાવાર જાહેરાત મંગળવારે કરવામાં આવી. ન્યુક્લિયર ફ્યુઝનને ’કૃત્રિમ સૂર્ય’ તરીકે પણ ઓળખવામાં આવે છે.વિશ્વ આખું જ્યારે આબોહવામાં પરિવર્તનના પડકાર સામે લડી રહ્યું છે ત્યારે હવે આ કૃત્રિમ સૂર્ય કાર્બન ફ્રી એટલે કે શુદ્ધ ઊર્જાનુ ઉત્પાદન કરવા કરવા અંગે એક મોટુ પગલુ સાબિત થઇ શકશે.

શું ફ્યુઝન એનર્જી આબોહવા પરિવર્તન સામે લડવા સક્ષમ છે?

ફ્યુઝન પ્રતિક્રિયાઓમાંથી ઊર્જાને મોટા પ્રમાણમાં વધારો કરવા ઉપરાંત, વૈજ્ઞાનિકોએ તેને સતત  પ્રતિ સેક્ધડે વારંવાર ઉત્પન્ન કરવાની જરૂર હોય છે. આ પ્રક્રિયા વિશ્વના પાવર પ્લાન્ટથી માંડીને મોટા  બિલ્ડીંગ પ્લાન્ટ્સમાં વધતી જતી વીજળીની માંગના મોટાભાગના હિસ્સાને આવરી લે છે પરંતુ તેમાં ઉદ્યોગ માટે સામગ્રી, જમીન અને સ્પષ્ટ નિયમોની આવશ્યકતા વધુ જણાય છે. પર્યાવરણશાસ્ત્રીઓના મત મુજબ હજુ ફ્યુઝન એનર્જીની શોધ એક દાયકા સુધી વિકસી રહી હોવાથી , દેશોએ હવે પૂન: અપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો ઘટાડી સૌર ઉર્જા, વાયુ ઊર્જા તેમજ બેટરી દ્વારા મળતી ઊર્જાના સાધનોનો બહોળો ઉપયોગ કરવો આવશ્યક છે. વળી કૃત્રિમ સૂર્ય દ્વારા મળતી ઊર્જાનો એક ફાયદો છે કે તે કિરણોત્સર્ગી કચરો ઓછો ઉત્ત્પન્ન કરે છે.

ન્યુક્લિયર ફ્યુઝન શું છે?

જ્યારે બે નાના પરમાણુઓ , જેવા કે હાઇડ્રોજન જેને ખૂબ ઉચ્ચ તાપમાન પર ગરમી આપવામાં આવે અને એક મોટા પરમાણુમાં જોડાઈ જાય છે. તેને  ન્યૂક્લિયર ફ્યુઝન કહે છે.આ પ્રક્રિયામાં ગરમીના રૂપમાં મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. પરમાણુ વિભાજન, જેનાથી સમગ્ર વિશ્વમાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.હાલમાં, વિશ્વભરના વૈજ્ઞાનિકો આ એક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જુદી-જુદી રીતે સંશોધન કરી રહ્યા છે.

અન્ય કયા પ્રકારની ફ્યુઝન એનર્જી વિકસાવવામાં આવી રહી છે?

ફ્યુઝન ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીઓએ રોકાણકારો, વ્યક્તિઓથી લઈને તેલ કંપનીઓ અને જાહેર ભંડોળમાંથી લગભગ 5 બિલિયન એકત્ર કર્યા છે . ફોકસ્ડ એનર્જી અને ફર્સ્ટ લાઇટ ફ્યુઝન સહિતની આઠ કંપનીઓ, ફ્યુઝન પ્રતિક્રિયાઓ શરૂ કરવા માટે લેસરોનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખે છે. કોમનવેલ્થ ફ્યુઝન સિસ્ટમ્સ અને ઝઅઊ ટેક્નોલોજીસ સહિત લગભગ 15 કંપનીઓ, પ્લાઝમાના સ્વરૂપમાં ફ્યુઝન ઇંધણને મર્યાદિત કરવા માટે શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખે છે, જે પદાર્થની ચોથી સ્થિતિ છે જેમાં ચાર્જ થયેલા કણો હોય છે. લગભગ 10 કંપનીઓ ચુંબક અને લેસરોના મિશ્રણ સહિત અન્ય પદ્ધતિઓનો પ્રયાસ કરી રહી છે.

ચીને બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ

નેશનલ ઇગ્નીશન ફેસિલિટી પ્રોજેક્ટ ન્યુક્લિયર ફ્યુઝનમાંથી ઉર્જાનું સર્જન કર્યું. ન્યુટ્રોન અને આલ્ફા કણોમાંથી ભેગી થયેલી ઉર્જા ગરમી તરીકે સંગ્રહિત કરવામાં આવે છે. આ ગરમીનો ઉપયોગ ઉર્જા ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. ગયા વર્ષે યુકેમાં કેટલાક વૈજ્ઞાનિકોએ સતત ઉર્જા રેકોર્ડ બ્રેક જથ્થામાં ઉત્પન્ન કરી હતી. જોકે, તે માત્ર 5 સેક્ધડ જ ટકી શકી હતી. કેટલાક મહિનાઓ પહેલા ચીને પણ ન્યુક્લિયર ફ્યુઝનની દિશામાં મોટી સફળતા હાંસલ કરી હતી. હેફેઈમાં ચીનના ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટરે 1,056 સેક્ધડ અથવા લગભગ 17 મિનિટ માટે 7 કરોડ ડિગ્રી સેલ્સિયસ ઊર્જા ઉત્પન્ન કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.